અમદાવાદમાં કોરોનાની મહામારીમાં વધુ એક પોલીસ કર્મચારીનું મૃત્યુ નીપજતાં પોલીસ બેડામાં શોક છવાયો છે. શહેરમાં ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૫૩ વર્ષના વિરમભાઈ દૃેસાઈનું હોપ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ૫૩ વર્ષના વિરમભાઈ તેમના વિભાગમાં અને નાગરીકોમાં પણ પોતાના મિલનસાર સ્વભાવ અને કુશળ કામગીરીને કારણે નિષ્ઠાવાન કર્મચારી તરીકેની ઓળખ ધરાવતા હતાં. કોરોનાથી તેમના મૃત્યુ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દુ:ખ વ્યક્ત કર્યું છે.
અમદાવાદમાં અત્યાર સુધીમાં ૧૧૦૦ પોલીસકર્મીઓ કોરોનાગ્રસ્ત થયાં છે. જેમાંથી ૧૩ કર્મચારીઓના મૃત્યુ થયાં છે. છેલ્લા ત્રણ દિવસમાં વધુ બે પોલીસ કર્મચારીઓ કોરોનાનો ભોગ બન્યાં છે. પોલીસ હેડ ક્વાર્ટરના કૂક મહેન્દ્રભાઈ ગણપતભાઈ દડવી અને નારણપુરાના હિંમતસિહ કચરાજી કોરોનાનો ચેપ લાગતાં મૃત્યુ પામ્યાં છે.