અમદાવાદમાં લૂંટારુઓ બેફામ: યુવક પાસેથી ૨૬ હજારની લૂંટ ચલાવી

39
SaurashtraKranti logo favicon
SaurashtraKranti logo favicon

તાજેતરમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેમની નજર ચૂકવી ચોરી કે લૂંટની અનેક ઘટનાઓ બની છે. જોકે બીજી તરફ સેટેલાઇટ અને વાસણા પોલીસે આ પ્રકારે ચોરી કરતી ગેંગને પણ ઝડપી લીધી છે. છતાં પણ હજી કેટલીક ગેંગ સક્રિય હોય તેમ લાગી રહૃાું છે. નારોલથી સરખેજ આવવા માટે રિક્ષામાં બેસેલા ઈસરોના સાયન્ટિસ્ટ એન્જિનિયર પાસે લુંટારૂઓએ ટેકનોલોજીનો ઉપયોગ કરી લૂંટ ચલાવી છે. જોકે, પોલીસને જાણ કરતા પોલીસએ આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

કૌસ્તુભ દાતાર નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તે નારોલ ખાતે સ્વામી સમર્થ મંદિરે દર્શન કરીને સાણંદ કડી રોડ પર આવેલા ઘરે જવા માટે નીકળ્યા હતા. તે નારોલથી સરખેજ ચાર રસ્તા આવવા માટે રિક્ષા માં બેઠા ત્યારે રિક્ષામાં એક મુસાફર હાજર હતો અને બાજુમાં એક એક્ટિવા પાર્ક કરીને બીજા બે લોકો રિક્ષામાં બેઠા હતા. થોડે આગળ લઈ ગયા બાદ રિક્ષા એક ગલીમાં લઇ ગયા હતા અને ત્રણેય આરોપીઓએ ફરિયાદીનો મોબાઈલ છીનવી લીધો હતો. અને તેમા બેંકની યુ મોબાઈલ એપ્લિકેશન ઓપન કરાવી તેમના મળતિયાઓને ફોન કરી આ એપ્લિકેશનની માહિતી આપી હતી.

એપ્લિકેશનમાં એકાઉન્ટ ડિટેઇલ રજીસ્ટ્રેશન કરાવી તેમાંથી રૂપિયા ૨૫ હજારનો ઓનલાઈન વ્યવહાર કર્યો હતો. બાદૃમાં ફરિયાદીના મોબાઈલમાંથી સીમ કાર્ડ કાઢી મોબાઈલ આપી દીધો હતો અને તેનું પાકિટ લૂંટી લીધું હતું. જેમાં ૧ હજાર રોકડા રૂપિયા હતા.

લૂંટ કર્યા બાદૃ ત્રણેય લૂંટારુઓ ત્યાંજ ઉતરી ગયા હતા. અને રિક્ષા ચાલક ફરિયાદીને મેઈન રોડ પર ઉતરી દીધો હતો. જેની જાણ ફરિયાદીએ પોલીસને કરતા હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.