અમદાવાદમાં મેઘો મંડાયો : વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં તોફાની પવન અને વીજળીનાં કડાકા સાથે મુશળધાર વરસાદ

Subscribe Saurashtra Kranti here

છેલ્લા થોડા દિવસથી અમદાવાદના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. શહેરમાં અસહ્ય બફારો જોવા મળ્યો હતો. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. પવન સાથે ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે. તે ઉપરાંત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વુક્ષો પડી ગયા છે. શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસને લઈને યોજાનાર કાર્યક્રમ સ્થળે ભરાયા વરસાદના પાણી.

Read About Weather here

શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. તે ઉપરાંત સમગ્ર શહેરમાં વાદળછાયું વાતવરણ જોવા મળી રહ્યું હતું. પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડતા રસ્તા પર પસાર થતા વાહનચાલકો પરેશાન થયા હતા. ગઈકાલે શહેરમાં મેઘરાજાએ ધામા નાખ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here