અમદાવાદમાં માધવપ્રિયદાસ સ્વામિ સહિત 400 વૃધ્ધોએ કોરોનાની રસી લીધી

12

એસજીવીપી હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે

લોકોને કોઈપણ જાતનો ડર રાખ્યા વગર વેકિસન લેવા સ્વામીનો અનુરોધ

કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન પ્રમાણે, SGVP હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં SGVP ગુરુકુલના અધ્યક્ષ શા. માધવપ્રિય દાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણ દાસજી સ્વામી અને કનુભગતને SGVP હોસ્પિટલ ખાતે બનાવવામાં આવેલ વેક્સિનેશન સેન્ટર ખાતે વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ. આ પ્રસંગે શાસ્ત્રી માધવપ્રિય દાસજી સ્વામીએ જનતાને અપિલ કરતા જણાવ્યું હતું કે, સરકારી ગાઇડ લાઇન પ્રમાણે વેક્સિનેશન ક્રાઇટ એરિયામાં આવતા હોય તે લોકોએ કોઇ પણ જાતનો ડર કે શંકા કુશંકા રાખ્યા વિના પોતે તેમજ પોતાના પરિવાર જનોને કોરોનાથી સુરક્ષિત કરવા વેક્સિનેશન લેવી જોઇએ, ગુજરાતના તમામ હરિભકતો અને ગુજરાતની તમામ જનતાને અપીલ કરીએ છીએ કે રાજી ખુશીથી વહેલી તકે વેક્સિન લે. તેમ એસજીવીપી ગુરૂકુલની યાદીમાં જણાવાયું છે.