Subscribe Saurashtra Kranti here
સેક્સવર્કરોમાં મોટાભાગની મહારાષ્ટ્ર, કોલકત્તા અને અમદાવાદની
અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડ પર ભાડજ સર્કલની આસપાસ રાહદારીઓને કામૂક ઈશારા કરતી ૧૫ જેટલી સેક્સવર્કરોની ધરપકડ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, એસપી રીંગ રોડ પર ભાડજ સર્કલની આસપાસ સેક્સ વર્કરો દ્વારા એકલદોકલ પસાર થઈ રહેલા પુરુષોને અશ્ર્ચિલ ઈશારા કરીને તેમને દેહ વિક્રયના વ્યવસાય માટે રોકતી હોવાની અનેક ફરિયાદો મળી હતી. જેના પગલે સોલા પોલીસે વિવિધ ટીમો બનાવીને રોડ પાડતા ભાડજ સર્કલના આસપાસના ૨ કિલોમીટર વિસ્તારમાંથી ૧૫ જેટલી સેક્સવર્કર ઝડપાઈ હતી.
Read About Weather here
પોલીસના હાથે ઝડપાયેલી સેક્સવર્કરોમાં મોટાભાગની મહારાષ્ટ્ર, કોલકત્તા અને અમદાવાદની છે. આ રૂપલલનાઓ એસપી રીંગ રોડના સર્વિસ રોડ પર ગ્રાહકોની શોધમાં ઉભી રહેતી હતી. જ્યારે કોઈ એકલ-દોકલ પુરુષ પસાર થાય, ત્યારે તેને ઈશારા કરીને પોતાની તરફ આકર્ષતી હતી. જે બાદ ૧૦૦ થી ૫૦૦ રૂપિયા લઈને તેમને નજીકની ઝાડીઓમાં લઈ જતી હતી.
Read e-paper here
Subscribe Saurashtra Kranti here
Do Follow Facebook here
Read politics News here
Read About Weather here