અમદાવાદમાં ભર શિયાળે સીટીએમ વિસ્તારમાં ભૂવો પડતાં તંત્રની પોલ ખૂલ્લી

91

અમદાવાદમાં ચોમાસાની સિઝન હોય કે ના હોય પરંતુ ભૂવા પડવાની સમસ્યા યથાવત્ છે. શહેરમાં નેશનલ હાઈવે નંબર ૮ પરના સર્વિસ રોડ પર આજે સવારે ભૂવો પડ્યો હતો. તંત્રએ ભૂવો પડ્યાની જાણ થતાં જ બેરીકેડ મુકીને ભૂવાને કોર્ડન કરી દીધો હતો. ભર શિયાળામાં પડેલા આ ભૂવાને કારણે તંત્ર સામે અનેક સવાલો ઉભા થયાં છે.

આજે અમદાવાદ શહેરમાં ભર શિયાળાની સિઝનમાં ભૂવો પડવાની સમસ્યા યથાવત છે. શહેરમાં સીટીએમ ઓવરબ્રિજ ની પાસે દયાપાર્ક સોસાયટી જવાના નેશનલ હાઈવે નંબર ૮ પરના સર્વિસ રોડ પર આજે સવારે ભૂવો પડ્યો હતો. જેની જાણ તંત્રને થતાં જ ભૂવાની આસપાસ બેરીકેડ મુકીને ભૂવાને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. હવે આ ભૂવાની જગ્યાને રીપેર ક્યારે કરાશે તેના પર અનેક સવાલો ખડા થયાં છે.

Previous articleએએમસીએ લેખિતમાં બાંહેધરી આપતા સફાઇ કામદોરોની હડતાળનો અંત
Next articleએસિડ એટેકની ધમકી શારિરીક સંબંધ બાંધવાની માંગ કરતા આરોપીની ધરપકડ