ગુજરાતમાં દિવસે ને દિવસે ઠેર-ઠેર આગની ઘટનાઓ સતત વધતી જાય છે. તાજેતરમાં જ અમદાવાદના પીપળજની રેવાભાઈ અને નાનુભાઈ એસ્ટેટમાં સાહિલ એન્ટરપ્રાઇઝમાં કેમિકલ બ્લાસ્ટને કારણે કાપડની ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. બ્લાસ્ટથી ધાબા અને શેડ તૂટી જવાથી ૧૨ લોકોના મોત થયા અને ૧૦ લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. જ્યાર બાદ એએમસી તંત્ર ઊંઘમાંથી જાગ્યુ હતું.
કેમિકલ ફેક્ટરીઓના વેર હાઉસ તેમજ ગોડાઉનમાં રેડ કરવાની શરૂ કરી દીધી હતી. જેમાં દક્ષિણ ઝોન દ્વારા ૬ ગોડાઉન વેર હાઉસ સીલ કરવામાં આવ્યાં હતાં. ત્યારે આજે શહેરના ફાયર વિભાગ દ્વારા પણ નારોલ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નારોલ વિસ્તારમાં સર્વે હાથ ધરાયા બાદ કુલ ૨૫ એકમો સીલ કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, પીપળજની રેવાભાઈ અને નાનુભાઈ એસ્ટેટમાં સાહિલ એન્ટરપ્રાઇઝમાં કેમિકલ બ્લાસ્ટને કારણે કાપડની ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. આ બ્લાસ્ટથી ધાબા અને શેડ તૂટી જતા ૧૨ના મોત અને ૧૦ લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. જ્યાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કેમિકલ ફેક્ટરીઓના વેર હાઉસ તેમજ ગોડાઉનમાં રેડ કરી દ. ઝોન દ્વારા ૬ ગોડાઉન વેર હાઉસ સીલ કરવામાં આવ્યાં હતાં. આ ગોડાઉન વેર હાઉસ પરવાનગી વગર તેમજ ફાયરની એનઓસી વગર ચાલતા હોવાનું સામે આવ્યું હતું.
જેના લીધે એએમસી દ્વારા આ વેર હાઉસ, ગોડાઉન સીલ કરવામાં આવ્યાં હતાં. પરંતુ મહત્વની બાબત એ છે કે લોકોના જીવ ગુમાવ્યા બાદ એએમસીને પોતાની જવાબદારી યાદ આવી હતી. એ જ રીતે શહેરમાં હજી ઘણાં એવાં કોમ્પલેક્ષ તેમજ ફેક્ટરીઓ હશે કે જ્યાં ફાયર સેટીના કોઇ જ સાધનો પૂરતા નથી. પરંતુ તેમ છતાં અહીં પ્રશ્ર્ન એ થાય છે કે આખરે આ ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરીઓ (એકમો) કોની રહેમ નજર હેઠળ ચાલી રહૃાાં છે તે એક મોટો પ્રશ્ર્ન ઊભો થઈ રહૃાો છે.