અમદાવાદમાં જાહેરમાં તલવારથી કેક કાપીને બર્થડેની ઉજવણી કરવી કેટલાક શખ્સોને ભારે પડી ગઈ છે. બાપુનગરમાં જાહેરમાં ૧૧ કેક તલવારથી કાપીને જન્મદિૃવસની ઉજવણી બદૃલ ૯ લોકોની પોલીસે અટકાયત કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ દેવેન્દ્ર શુક્લા ઉર્ફ દેવ બાદશાહીનો જન્મદિવસ હોવાથી કેટલાક શખ્સો જાહેરતમાં તલવારથી કેક કાપીને ઉજવણી કરી રહૃાા હતા. આ ઉજવણીનો વીડિયો વાયરલ થયો હતો અને કોઈ સામાજીક કાર્યકરે પોલીસને મોકલી આપ્યો હતો. વીડિયોમાં જોવા મળે છે તેમ જબ દેવ બાદશાહ જાહેરતમાં ૧૧ કેક તલવારથી કાપતો હોવાનું જોવા મળે છે. આ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો. પોલીસે આ સમગ્ર મામલે સોમવારે એફઆઈઆર દૃાખલ કરી હોવાનું જણાવ્યું છે.
પોલીસે કડક કાર્યવાહી કરતા દેવ બાદશાહ સહિત ૯ લોકોની અટકાયત કરી હતી. પોલીસના મતે તમામના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવશે. પકડાયેલા તમામ વિરુદ્ધ આઈપીસીની કલમ ૧૪૩ (ગેરકાયદે એકત્ર થવું), ૧૪૪ (તીક્ષ્ણ હથિયાર સાથે જાહેરમાં ફરવું), ૧૮૮ (સરકારી સેવકના આદેશનો અનાદર), ૨૬૯ (સંક્રમણ ફેલાય તે માટે બેદરકારી) હેઠળ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને ગુજરાત પોલીસ કાયદા હેઠળ પણ ગુનો દૃાખલ કરાયો છે.