અમદાવાદમાં કોરોના પોઝિટિવિટી માટે શરૂ કરેલ સેરો સર્વેની કામગીરી પૂર્ણ

47

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હર્ડ ઇમ્યુનીટી ચેક કરવા માટે ત્રીજો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સેરો સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. લગભગ આવતા અઠવાડિયામાં સેરો સર્વેના પરિણામો જાહેર કરવામાં આવશે. જેના પરથી જાણી શકાશે કે અમદાવાદમાં કોરોનાના સંક્રમણની કેટલી અસર છે. કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે તેમજ તેની અસર ઓછી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ પગલા લેવામાં આવી રહૃાા છે. જેમાનું એક પગલુ એ પણ છે કે એએમસી દ્વારા દરેક ઝોનમાં સેરો શરવે કરવામાં આવે છે.

જેનાથી કયા વિસ્તારોમાં પોઝિટિવ રેટ તેમજ કયા વયગ્રુપમાં પોઝિટિવ રેટ વધારે છે તે જાણી શકાશે અને તે આધારે સંક્રમણને અટકાવવા માટેની અસરકારક નિતી નક્કી કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂન મહિનામાં શહેરના અમુક ભાગમાં સેરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓગસ્ટ મહિના દરમિયાન બીજો સેરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

તેમજ આ ઓક્ટોબર મહિનામાં ત્રીજો સેરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સેમ્પલ લેવાની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. એનાલિસિસના પરિણામો આવતા લગભગ એક અઠવાડિયા જેટલો સમય લાગશે. પ્રથમ સેરો સર્વેમાં પોઝિટિવિટી રેટ ૧૭.૬૧ ટકા હતો જ્યારે બીજા સેરો સર્વે દરમિયાન તે વધીને ૨૩.૨૪ ટકા થઇ ગયો હતો જે પ્રથમ સર્વેની સરખામણી માં ૫.૬૩ ટકા વધારે જોવા મળ્યો હતો.

Previous articleપ્રેગ્નન્સીના સમાચારો પર ઈશિતા દત્તાએ કહૃાું, ‘આ બેબી બંપ નથી, મીઠાઈને લીધે પેટ વધી ગયું છે
Next articleદિવાળી અને શિયાળાની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં કોરોનાએ ફરી ઉચક્યું માથું