અમદાવાદમાં એક્ટિવા પર ત્રણ સવારી જતાં યુવકોને પોલીસ કર્મીઓએ માર માર્યાનો આક્ષેપ

51

અમદાવાદમાં માસ્કના દંડને લઈ રોજ પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના કિસ્સાઓ વધી રહૃાાં છે. ક્યારેક પ્રજા તો હવે પોલીસકર્મીઓ પણ ગુંડાગર્દી પર ઉતરી આવ્યાં છે. શહેરના શાહપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના પોલીસકર્મીઓએ એક્ટિવા પર ત્રણ સવારી જતાં યુવકોને રોકીને તમે માસ્ક કેમ નથી પહેર્યું કહીને બોલાચાલી કરી હતી. અહીં સામ સામે બોલાચાલી શરૂ થતાં સર્વેલન્સ સ્ક્વોડના પોલીસકર્મીઓએ યુવકને પોલીસ ચોકીમાં લઈ જઈને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચાર જેટલા પોલીસ કર્મીઓ સિવિલ ડ્રેસમાં હતાં. તેમણે માર મારતાં યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ભોગ બનનાર યુવકના પિતા ઝુબેરભાઇના જણાવ્યા પ્રમાણે ત્રણ જેટલા મિત્રો એક્ટિવા પર જતા હતાં ત્યારે શાહપુર મિલ કમ્પાઉન્ડ પાસે શાહપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ જે સિવિલ ડ્રેસમાં હતાં તેમણે ત્રણ સવારી જોઈને એક્ટિવા ઉભું રાખ્યું હતું. તેમણે ત્રણેય જણને સવાલ કર્યો હતો કે માસ્ક કેમ નથી પહેર્યું બાદમાં સામ સામે બોલાચાલી શરૂ થઈ હતી. આ દરમિયાન એક યુવકને પોલીસકર્મીઓ શાહપુર પોલીસ ચોકીમાં લઈ ગયાં હતાં અને ત્યાં તેને ઢોર માર માર્યો હતો. આક્ષેપ પ્રમાણે પોલીસ કર્મીઓએ યુવકના પગે માર માર્યો હતો.

જેના કારણે ઈજા પહોંચતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ પર માસ્કના ૩ હજારનો દંડ આપ્યો હોવા છતાં માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે શાહપુર પોલીસ સ્ટેશનના આર.એચ.વાળાએ જણાવ્યું હતું કે માસ્કના મામલે વાહન ડિટેઈન કરવા મુદ્દે બોલાચાલી થઈ હતી. અમે પોલીસકર્મીઓએ માર માર્યો હોવા અંગેના આક્ષેપની તપાસ કરી રહૃાાં છીએ. અમે દ્ગઝ્ર નોંધ કરી છે. જ્યારે ભોગ બનનાર કહે છે અમારી પોલીસ ફરિયાદ નથી લેવાતી.