અમદાવાદમાં ઉશ્કેરાયેલા કાર ચાલકે વાડજમાં રિક્ષાચાલક પર છરાથી હુમલો કર્યો

12
AHMEDABAD-CAR-AUTO-કાર ચાલકે
AHMEDABAD-CAR-AUTO-કાર ચાલકે

Subscribe Saurashtra Kranti here

કાર ચાલકે આવેશમાં આવીને રિક્ષાચાલકને છરો મારી દીધો

વાહન ચાલકો વચ્ચે સાઈડ આપવાથી લઈને કેટલીક બેદરકારીઓના લીધે થતી રકઝકના અનેક કિસ્સા સામે આવતા રહે છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક કાર ચાલકે આવેશમાં આવીને રિક્ષાચાલકને છરો મારી દીધાની ઘટના બની છે. આમા કાર ચાલકે રિક્ષાચાલકને ઉભો રાખીને તેની સાથે તકરાર કરી હતી જેમાં રિક્ષાચાલક ઘાયલ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વાડજમાં આઈસીઆઈસીઆઈ ચાર રસ્તા પાસે અજાણ્યા કાર ચાલકે રિક્ષાચાલકને ઉભો રાખીને તેને કહૃાું હતું કે, ’તને દેખાતું નથી તારા બાપની ગાડી જાય છે’ આ પછી છરા વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં રિક્ષાચાલકને બચાવમાં હાથ વચ્ચે નાખતા હથેળીના ભાગે ઈજા થઈ હતી.

આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે હુમલો કરનારા શખ્સને ઝડપી પાડવા માટે તપાસ કરી છે. આ ઘટનામાં અખબારનગરમાં સ્વાતંત્ર સેનાની નગરમાં રહેતા ૪૪ વર્ષના દેવેન્દ્રકુમાર સુખદેવભાઈ પ્રજાપતિ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેઓ સોમવારે નવાવાડજ વિસ્તારમાં નિર્ણયનગર ગરનાળા પાસે એક કાર ચાલકે કારનો કાચ ઉતારીને રિક્ષાચાલક દેવેન્દ્રકુમારને ’જોતો નથી.. તારા બાપની ગાડી છે’ તેમ કહીને કાર સાઇડમાં કરીને રિક્ષાને ઉભી રાખી દીધી હતી.

Read About Weather here

ઉશ્કેરાયેલા કાર ચાલકે રિક્ષાચાલક દેવેન્દ્રકુમારને છરો મારવાની કોશિશ કરી હતી. પરંતુ દેવેન્દ્રકુમારે બચાવમાં હાથ વચ્ચે નાખતા તેમને હાથના ભાગે ઈજા થઈ હતી તેમણે બૂમો પાડતા આસપાસમાથી પસાર થતા લોકો એકઠા થઈ ગયા હતા. આ જોઈને કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને જતા-જતા દેવેન્દ્રભાઈને એવી ધમકી પણ આપી હતી કે ’હવે આ વિસ્તારમાં દેખાઈશ તો તારું મર્ડર કરી નાખીશ.’ દેવેન્દ્રકુમારે કરેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને કારચાલકને શોધવા માટેની કાર્યવાહી શરુ કરી છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here