અમદાવાદના વૃદ્ધ દંપતીના ફરાર હત્યારાઓ ઓળખાયા, ૨૦૦થી વધુ સીસીટીવી તપાસ્યા

શહેરના થલતેજના શાંતિ પેલેસ બંગલોઝમાં રહેતા અશોકભાઈ અને પત્ની જ્યોત્સ્નાબહેનની ગત શુક્રવારે હત્યા કરી રૂ.૨.૪૫ લાખની લૂંટ કરીને ૪ લૂંટારા ફરાર થઇ ગયા છે. તે તમામ હત્યારાઓને પોલીસે ઓળખી કાઢ્યા છે. પોલીસે હેબતપુર વિસ્તારમાં ૨૦૦ કરતાં પણ વધારે સીસીટીવીના ફૂટેજ જોયા હતા. આ સાથે ૭૦થી વધુ લોકોની પૂછપરછ પણ કરી છે. જેમાં ચારેય લૂંટારા ૨ બાઈક ઉપર આવ્યા હોવાનું સામે આવ્યું હતુ.

નોંધનીય છે કે, આ દંપતીના ઘરે ફર્નિચરનું કામ ચાલુ હતું. આ કેસમાં મળતી માહિતી પ્રમાણે, હત્યા-લૂંટ કેસમાં પાંચ આરોપી ઓળખાયા છે. જે માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમો તેમને જલ્ડીમાં જલ્દી દબોચી લેવા માટે બનતા પ્રયત્નો કરી રહી છે. પોલીસની ટીમોએ ૨૦૦થી વધુ સીસીટીવી તપાસ્યા પછી બે બાઈક ઉપર ચાર આરોપી ચાણક્યપુરી તરફ ભાગ્યા હોવાનું જણાયા મળ્યું હતુ. બાઈકના નંબર, આરોપીની ઓળખ થાય તેવા ફોટોગ્રાફ મળતાં પોલીસ તપાસ અંતિમ તબક્કામાં હોય તેવું જાણવા મળ્યું છે.

ચારેય આરોપી અમદાવાદ છોડીને બહાર ભાગી ગયા છે, પરંતુ પોલીસે તેમનો ટ્રેક શોધી કાઢયો છે. તપાસ કરતાં જ્યોત્સનાબહેને હાથમાં પહેરેલી ૧,૫૦,૦૦૦ની બે બંગડી, ૩૦ હજારની બે વીંટી, ૧૦ હજારના બે ફોન તથા ફર્નિચરનું કામ ચાલતું હોવાથી ઘરમાં રાખેલી રોકડ ૫૦,૦૦૦ મળી કુલ ૨,૪૫,૦૦૦ની મત્તાની લૂંટ થવાની ફરિયાદ છે.