અમદાવાદના વસ્ત્રાલમાંથી નકલી પીએસઆઇ ઝડપાયો

5
Amd-Nakli-PSI-અમદાવાદ
Amd-Nakli-PSI-અમદાવાદ

Subscribe Saurashtra Kranti here

આઈકાર્ડમાં ગુજરાત પોલીસ ક્રાઈમબ્રાંચ અમદાવાદ લખેલુ હતુ

અમદાવાદનાં વસ્ત્રાલ વિસ્તારમાંથી નકલી પીએસઆઇ ઝડપાયો છે. રામોલ પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન રાજીવનગર ટેકરા પાછળ ગોપીડેરીનાં ગોડાઉન સામે એક સ્વીટ ડીઝાયર કાર વસ્ત્રાલ ચાર રસ્તાથી આવતી હતી. જે કાર શંકાસ્પદ જણાતા પોલીસે કાર અટકાવી હતી. પોલીસે કનુભાઈ ગીરધરદાસ પટેલ નામનાં કારચાલકને પુછપરછ કરતા આ કાર તેના જમાઈ પીએસઆઇ જે.વી બીહોલાની હોવાનું જણાવ્યુ હતુ. જે બાદ કનુ પટેલે પોતાનાં જમાઈને ફોન કરતા નિકોલમાં રહેતા જગતિંસહ વિજયિંસહ બિહોલા નામનો શખ્સ નંબર વગરની ક્રેટા કાર લઈને પીએસઆઇ નો યુનિફોર્મ પહેરીને આવ્યો હતો.

Read About Weather here

કારમાં આગળ પોલીસની પ્લેટ લગાવીને આવેલા PSIએ પોલીસનાં યુનિફોર્મમાં આવી પોતે પોલીસમાં હોવાનો આઈકાર્ડ બતાવ્યો હતો. જે આઈકાર્ડમાં ગુજરાત પોલીસ ક્રાઈમબ્રાંચ અમદાવાદ લખેલુ હતુ. તેમજ આઈકાર્ડમાં પીએસઆઇ લખી બક્કલ નંબર લખ્યો હતો. જો કે પીએસઆઈને બક્કલ નંબર ન હોય જેથી રામોલ પોલીસને આ શખ્સ પર શંકા જતા તેને પોલીસ સ્ટેશન લાવીને પુછપરછ કરી હતી. આ શખ્સને પોલીસ સ્ટેશન લાવીને તેની હાલની ડ્યુટીની જગ્યા પુછતા તેણે યોગ્ય જવાબ આપ્યો ન હતો.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here