અમદાવાદના મેયર સહિત કોર્પોરેટરોએ કોબા ખાતે ટિફિન પાર્ટી માણી…!!

9
Amd-Mayor-Tifin party-મેયર
Amd-Mayor-Tifin party-મેયર

Subscribe Saurashtra Kranti here.

મેયરો અને કોર્પોરેટરોને કોઇ નિયમો નડતા નથી

સામાન્ય જનતાને પ્રતિબંધ લાગે પરંતુ રાજકારણીઓને(મેયર અને કોર્પોરેટર)…….

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં રાતના ૯ વાગ્યાથી નાઈટ કર્ફ્યું લાદી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત બાગ-બગીચા, કાંકરિયા, રિવરફ્રન્ટ સહિતનાં જાહેર સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. પણ જે નેતાઓ પ્રજા માટે નિયમો લાવે છે તે જ નેતાઓ આ નિયમોનો ઉલાળિયો કરી રહૃાા છે. અમદાવાદના ભાજપના મેયર સહિતના કોર્પોરેટરોએ ગાંધીનગરમાં કોઈપણ નિયમોનું પાલન કર્યાં વગર પાર્ટીઓમાં લિજ્જત માણતાં જોવા મળ્યા હતા.

કોરોનાને લઈ હાલ અમદાવાદીઓ હાડમારી સહન કરી રહૃાા છે. એએમસીના તંત્રએ કોરોનાને કારણે બસો બંધ કરાવી દીધી છે. નોકરીયાત અને મજૂરી કરનાર લોકો હેરાન પરેશાન થઈ રહૃાા છે. નાઈટ કર્ફ્યુંને કારણે ખાણીપીણીની લારીઓ ચલાવતાં ગરીબ લોકો હેરાન છે. અમદાવાદના નવા મેયરો અને કોર્પોરેટરોને કોઇ નિયમો નડતા નથી.

અમદાવાદના નવનિયુક્ત મેયર કે જેઓ એક ચાલીના મકાનમાં રહે છે તે પોતે અને અમદાવાદના ૧૬૦ કોર્પોરેટર અને ધારાસભ્યએ ગાંધીનગરના કોબા વિસ્તારમાં આવેલાં એક ફાર્મ હાઉસમાં ટિફિન પાર્ટી યોજી હતી. અહીં તમામ લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સની વાત તો ભૂલી જ જાઓ. એ બધા લોકો લિજ્જતદાર ઝાયકાની મજા માણી રહૃાા હતા. અમદાવાદમાં ભવ્ય વિજયની ઉજવણી કરી રહૃાા હતા. પણ આ વખતે જેમનાં વોટથી જીતીને આવ્યા તેમના વિશે કાંઈ ચિંતા જેવું હોય તેવું તેમના ચહેરા પરથી લાગ્યું ન હતું.

Read About Weather here

બીજી બાજુ અમદાવાદમાં સિટી બસ સેવા બંધ કરાતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. નોકરી કેવી રીતે જવું, ધંધે કેવી રીતે જવું તેની ચિંતા સતાવી રહી છે. રીક્ષાઓ બેફામ લૂંટ ચલાવી રહી છે. અને મજબૂરીને કારણે બેફામ પૈસા આપવા પડે છે. પણ આ વાત ચૂંટાયેલાં પ્રતિનિધિઓને ક્યાં દેખાઈ છે. એમને તો ખાલી વોટ જ દેખાતા હશે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here