દિવાળીના તહેવારો ટાણે અમદાવાદના ઢાલગરવાડમાં પીવાનું પાણી આવતું નથી. તહેવારોના સમયે જ કોર્પોરેશની ગલીમાં જ છેલ્લા ૫ દિવસથી પીવાનું પાણી નહી આવતા લોકો પરેશાન થયા હતા.રાજ્ય સરકાર સતત બણગાં ફૂંકી રહી છે કે ગુજરાતના છેવાડાના ગામના ઘર સુધી પણ પીવાના પાણીની સમસ્યા નથી.
ત્યારે અમદાવાદ જેવા મહાનગરમાં પણ પાણીનું પાણી નહી મળતા અનેક પ્રશ્ર્નો ઊભા થયા છે. એએમસી માં ઓનલાઇન ફરિયાદ છતાં જવાબ આપનારું કોઈ નથી. શિયાળાની શરૂઆતમાં પીવાના પાણીની સમસ્યા થતા કોર્પોરેશન સામે અનેક સવાલો ઉભા થયા છે.