અદમ્ય નારી શક્તિને સલામ : વડાપ્રધાન

4

ગુજરાત સહિત દેશભરમાં મહિલા દિવસની ઉજવણી

આજે ગુજરાત સહિત દેશભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે પોતાના ખાસ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આપણા દેશની અદમ્ય નારી શક્તિને હું સલામ કરું છું. ભારતમાં મહિલાઓએ મેળવેલી ઉપલબ્ધી ખુબ નોંધપાત્ર છે. મહિલાઓ અનેક ક્ષેત્રોમાં આગળ આવી રહી છે.

વિશ્વની સાથે સાથે દેશભરમાં મહિલા દિવસ નિમિતે સેમીનાર, ચર્ચા સભાઓ, મહિલા ઉત્કર્ષ અને કલ્યાણ માટેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.વડાપ્રધાને મહિલા દિવસ નિમિતે પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાતમાં પણ સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિતે અનેક કાર્યક્રમો યોજાયા છે. ગાંધીનગરમાં આજે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મહિલા સાહસિકોને લોનના ચેકનું વિતરણ કરવામાં આવશે.