અત્યારે લોકો ભગવાન ભરોસે છે : ગુજરાત હાઇકોર્ટ લાલઘુમ

ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ

કોરોનાને કાબુમાં લેવાની સરકારની કામગીરીની આકરી ટીકા કરતી ગુજરાત હાઇકોર્ટ, સત્તાની લોબીમાં સન્નાટો ફેલાયો

સરકાર જે કહે છે તેનાથી વાસ્તવીકતા જુદી, કફર્યુનો કડક અમલ નથી, લગ્ન અને મરણ સિવયાના કાર્યક્રમો પર પ્રતિબંધ જાહેર કરો : ગુજરાત હાઇકોર્ટનો સ્પષ્ટ આદેશ

વેક્સિનની અસર થઇ રહી નથી, બે ડોઝ લેનારાને પણ ચેપ લાગ્યો છે, RT-PCR રિપોર્ટ મોડા કેમ? રેમડેસિવીરની તંગીનું શું કર્યુ?

સરકારનો અદાલતમાં જવાબ, રાજયમાં સરકાર લોકડાઉનના પક્ષમાં નથી, રેમડેસિવીર ઇન્જેકશનનો દુરૂઉપયોગ થઇ રહયો છે

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સરકાર તરફથી એડવોકેટ જનરલની દલીલો, મૃત્યુ દર ઘટી રહયાનો દાવો

Subscribe Saurashtra Kranti here

કોરોનાની એકદમ વકરતી જતી પરિસ્થિતિ અંગે ગંભીર નોંધ લઇ ગુજરાત હાઇકોર્ટ આજે આકરી ભાષામાં રાજય સરકારની કોરોના કામગીરીની ઝાટકણી કાઢી હતી અને સાફ સાફ શબ્દોમાં એવી ટકોર કરી હતી કે, ગુજરાતના લોકો અત્યારે ભગવાન ભરોસે છે. શહેરોની જેમ ગામડાઓમાં પરિસ્થિતિ ભંયકર બની રહી છે. વેક્સિનની કોઇ અસર દેખાતી નથી. રાજય સરકાર અન્ય રાજયોની તુલના કરવાને બદલે આખી પરિસ્થિતિને હળવાસથી ન લે અને ગંભીર બને ગુજરાત હાઇકોર્ટના આકરા નિર્દેશો અને તારણોના પગલે સત્તાના ગલીયારાઓમાં સન્નાટો પ્રસરી ગયો છે.

રાજય સરકારને કફર્યુનો કડક અમલ કરાવવા, દિવસની ભીડ ઓછી કરવા, લગ્ન અને મરણ સિવાયના તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ મુકી દેવા હાઇકોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો હતો. એટલુ જ નહીં આરટીપીસીઆર રીપોર્ટ આવવામાં થતા વિલભ અને રેમડેસીવીર ઇન્જેકશનની તંગી અંગે પણ ગુજરાત હાઇકોર્ટ આકરા સવાલો પુછી સરકારની ભારે ટીકા કરી હતી. લોકોની પરિસ્થિતિ જોઇને હાઇકોર્ટ લાલઘુમ થઇ ઉઠી છે.

ગુજરાત હાઇકોર્ટ કોરોનાની સારવારની વ્યવસ્થા તથા રેમડેસીવીર ઇન્જેકશન સહિતના મુદ્ા પર રાજય સરકારની જોરદાર ઝાટકણી કાઢી હતી. ગુજરાત હાઇકોર્ટ રાજય સરકારને સ્પષ્ટ જણાવ્યું હતું કે, રાજયમાં વેક્સિનની પણ જોઇએ તેવી અસર થઇ રહી નથી. આથી પરિસ્થિતિને હળવાસથી લેવી ન જોઇએ. ધણા લોકો વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ કોરોના સંક્રમીત થઇ ગયા છે.

રેમડેસીવીર ઇન્જેકશન અંગે હાઇકોર્ટે આકરૂ વલણ લેતા સરકારને તંગી કેમ છે અને ઝાયડસ હોસ્પિટલની બહાર કેમ લાઇનો લાગી રહી છે એવો સીધો સવાલ પુછયો હતો અને ટકોર કરી હતી કે, લોકોને લાઇનમાં ઉભા રહેવાની મજા ન આવતી હોય. રેમડેસીવીર ઇન્જેકશનની અછત કેમ છે? માત્ર દાખલ દર્દીઓને કેમ આપવામાં આવે છે.
હાઇકોર્ટે તાત્કાલીક પ્રશ્ર્ન હલ કરવાનું સુચન કર્યુ હતું અને સાથે સાથ સરકારને સફ શબ્દોમાં કહી દીધુ હતું કે અમને પરીણામ જોઇએ છે.

ટેસ્ટીંગની પ્રક્રિયા ઝડપી બનાવવા સરકારને નિર્દેશ આપતા હાઇકોર્ટે દર્શાવ્યું હતું કે, લાગવગ હોય અને વીઆઇપી હોય એમને કલાકોમાં આરટીપીસીઆર ટેસ્ટના રીપોર્ટ મળી જાય છે સામાન્ય લોકોને 3 થી 5 દિવસે રીપોર્ટ મળે છે. આ પ્રક્રિયા ઝડપી બનાવવી જોઇએ. કોવિડ હોસ્પિટલોમાં રેમડેસીવીરનો પુરતો પુરવઠો રાખવા અદાલતે આદેશ આપ્યો હતો. અદાલતે સ્પષ્ટ મંતવ્ય વ્યકત કર્યુ હતું કે, વેક્સિનની જોઇએ તેવી અસર થઇ રહી નથી. બબ્બે ડોઝ લેનારા લોકો પણ કોરોના સંક્રમીત થઇ ગયા છે.

પરિસ્થિતિને સરકાર હળવાસથી ન લે કેમ કે, શહેરોની જેમ ગામડાઓમાં પણ પરિસ્થિતિ ગંભીર બની રહી છે. અદાલતે લગ્ન અને મરણ સિવાયના તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ જાહેર કરવા રાજય સરકારને આદેશ આપ્યો હતો. મુખ્ય ન્યાય મુર્તીએ જણાવ્યું હતું કે, મોરબી જેવા વિસ્તારોમાં પરિસ્થિતિ વણસી રહી છે.કોવિડ પ્રોટોકોલનું પાલન થવું જ જોઇએ તેવી સ્પષ્ટ ટકોર સાથે હાઇકોર્ટે જણાવ્યું હતું કે, લોકોને જાગૃત કરવાની જવાબદારી સરકારની છે. લગ્ન અને અંતિમવિધિ સિવાયના તમામ કાર્યક્રમો બંધ કરાવી દેવા જોઇએ.

લગ્નોમાં પણ 100ને બદલે માત્ર 50 મહેમાનોને છુટ આપવા અદાલતે તાકિદ કરી હતી. સરકાર તરફથી દલીલ કરતા એજીએ જણાવ્યું હતું કે, સરકાર લોકડાઉનના પક્ષના નથી. રાજય સરકારે હાઇકોર્ટમાં રેમડેસીવીર અંગે એવી રજૂઆત કરી હતી કે, ઇન્જેકશનનો દુર ઉપયોગ થઇ રહયો છે. ગુજરાતમાં માત્ર એક સ્થળે ઇન્જેકશનનું ઉત્પાદન થાય છે. દેશમાં પણ દૈનિક 1.75 લાખ રેમડેસીવીરનું ઉત્પાદન થતું હોય છે. એટલે સરકારે નિકાસ પર પ્રતિબંધ મુકયો છે. રાજયમાં પથારીઓની પણ અછત નથી. એવું દર્શાવવા સાથે રાજય સરકારે માહિતી આપી હતી કે, રાજયમાં કોરોના દર્દીઓ માટે 71 હજારથી વધુ બેડ ઉભા કરાયા છે. જેમાંના હજુ 1 હજાર બેડ ખાલી છે.

Read About Weather here

ઓક્સિજનનો 70 ટકા હિસ્સો કોરોના સારવાર માટે અનામત રાખવામાં આવ્યો છે. રાજય સરકાર હાઇકોર્ટમાં એવો દાવો કર્યો હતો કે, ગુજરાતમાં કોરોનાનો મૃત્યુદર ઘટી રહયો છે. વધુને વધુ હોસ્પિટલોને કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવી રહી છે. રોજના 1.50 લાખ ટેસ્ટ કરી રહી છે.અદાલતે તાલુકામાં પણ આરટીપીસીઆર ટેસ્ટની વ્યવસ્થા કરવા નિર્દેશ કર્યો હતો. કફર્યુનો કોઇ કડક અમલ નથી તેવું દર્શાવી અદાલતે ઠરાવ્યું હતું કે, રાજય સરકાર જે કહે છે તેનાથી વાસ્તવીકતા અલગ દેખાય છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here