અંબાજી ખાતે મુખ્યમંત્રી રૂપાણી અને અંજલીબેન રૂપાણીએ માં અંબેના દર્શન કર્યા

અંબાજી ખાતે મુખ્યમંત્રી રૂપાણી અને અંજલીબેન રૂપાણીએ માં અંબેના દર્શન કર્યા
અંબાજી ખાતે મુખ્યમંત્રી રૂપાણી અને અંજલીબેન રૂપાણીએ માં અંબેના દર્શન કર્યા
માં અંબાની કૃપાથી કોરોનાની ત્રીજી લહેર ન આવે તેવી માં ને પ્રાર્થના કરતા: મુખ્યમંત્રી

મા અંબાના આશીર્વાદથી ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં તેવી મનસાથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે વહેલી સવારે આદ્યશકિત ધામ અંબાજી મંદિરમાં માતાજીની આરતી કરી સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃધ્ધિ અને સલામતિ માટે પ્રાર્થના કરી હતી.

Subscribe Saurashtra Kranti here

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અંજલીબહેન રૂપાણી સાથે આદ્યશકિત મા અંબેના દર્શન અને ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. કોરોનાની બીજી લહેર પર સફળતા મેળવ્યા બાદ વધુ જનહિતના કામો કરવાની માતાજી શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે અને ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીના કૃપા આશિષ વરસતા રહે તેવી તેમણે પ્રાર્થના કરી હતી.

મુખ્ય મંત્રીએ જણાવ્યું કે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, મહત્તમ વેક્સિનેશનથી કોરોનાની ત્રીજી લહેરને અટકાવી શકાશે અને હારશે કોરોના, જીતશે ગુજરાતના મંત્રને આપણે સૌ સાથે મળીને ચરિતાર્થ કરી શકીશું.

Read About Weather here

ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યા, બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, આસી.કલેક્ટર પ્રશાંત જીલોવા, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે. ચાવડા, જિલ્લા ભાજપા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સહિત અગ્રણીઓ, અધિકારીઓ અને માઇભક્તો આ દર્શન પૂજન માં મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતાં.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleસુરત: મેયરના વોર્ડમાં જ લાગ્યા ભાજપ વિરોધી બેનર ?
Next articleપુનીતપાર્કમાં કોચિંગ ક્લાસ ચલાવતી શિક્ષિકા ની અટકાયત