‘અંધેરી નગરી ગંડુ રાજા’ગુજરાતમાં ધો. 9 થી 12 ની પરીક્ષાઓ કાલથી શરૂ (5)

13
પરીક્ષાઓ-EXAM
પરીક્ષાઓ-EXAM

Subscribe Saurashtra Kranti here.

9 થી 12ની પરીક્ષાઓ રદ્દ કરવા માંગણી

રાજ્યભરના વાલીઓમાં ઉગ્ર વિરોધ, ઠેરઠેર દેખાવો અને નારે બાજી: શાળાઓમાં પરીક્ષાઓ રદ કરી ઓનલાઈન લેવા જોરદાર માંગણી

કોરોનાની મહામારીએ ગુજરાતમાં ચારેય તરફ ફરીવાર અજગર ભરડો લીધો છે છતાં હજારો વિદ્યાર્થીઓના આરોગ્યને ખતરામાં મૂકીને આવતીકાલથી ધો. 9 થી 12ની પરીક્ષાઓ શરુ કરવાનો નિર્ણય વાલીઓ અને આમ જનતા માટે આઘાત બની રહ્યો છે. પરીક્ષા શાળાઓમાં લેવા સામે વાલીઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને પરીક્ષા ઓનલાઈન લેવા રાજ્યભરના વાલીઓના સંગઠને ઉગ્ર માંગણી કરી છે.

ફેડરેશન ઓફ પેરન્ટસ એસોસિએશન દ્વારા આજે નરોડા અમદાવાદ ખાતે જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા. આંતરિક મૂલ્યાંકનના બહાને શાળાઓમાં લેવાનારી ધોરણ 9 થી 12ની પરીક્ષા રદ્દ કરવા, પરીક્ષાઓ ઓનલાઈન લેવા અને શાળાઓને બદલે ઘરેથી જ ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા વાલી મંડળે સરકાર સમક્ષ માંગણી કરી છે.

રાજ્યભરના વાલીઓમાં કોરોનાને કારણે ચિંતા પ્રસરી ગઈ છે કેમ કે શાળાઓમાં પરીક્ષા લેવાની હોવાથી વિદ્યાર્થીઓના આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થઇ શકે છે. એટલે વાલીઓ શાળાઓમાં પરીક્ષા રદ્દ કરવા અને ઓનલાઈન લેવાની માંગણી કરી રહ્યા છે.

Read About Weather here

કોરોનાની પરિસ્થિતિ ગંભીર બની રહી હોવા છતાં રાજ્યના શિક્ષણ વિભાગે આવો નિર્ણય લઇને હજારો વિદ્યાર્થીઓને જોખમમાં મૂકી દીધા છે એવી લાગણી લોકોમાં જોવા મળી રહી છે. એવી ટીકા પણ થતી સંભળાય છે કે આનું જ નામ ‘અંધેરી નગરી અને ગંડુ રાજા’ જેવો વહીવટ.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here