અંતે નીતિન ભાઇએ સ્વીકાર્યું, તમામ હોસ્પિટલ હાઉસફૂલ, 108માં 300-400 કોલ વેઈટિંગમાં

ડે.સીએમ નીતિન પટેલે
ડે.સીએમ નીતિન પટેલે

નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઇએ જણાવ્યું કે, બધી હોસ્પિટલમાં બેડ ભરેલા છે

રાજ્યમાં કથળેલી કોરોનાની સ્થિતિને લઈ આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. રોજ ૯૦૦૦થી વધુ કેસો આવે છે. બીજી લહેરમાં કોઈ જિલ્લા કે તાલુકામાં કેસ નથી એવું રહૃાું નથી. બેડ, ઓક્સિજન સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે. દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. નવી વ્યવસ્થા ઉભી કરીએ છીએ તેના કરતાં જરૂરિયાત વધુ છે. દર્દીઓ માટે હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં જગ્યા ઓછી છે. ૧૨૦૦ બેડ હોસ્પિટલ કુલ થઈ ગઈ છે એક પણ નવા દર્દીને દૃાખલ કરી શકાય એમ નથી.

નાયબ મુખ્યમંત્રી નીતિનનીતિન ભાઇએ જણાવ્યું કે, બધી હોસ્પિટલમાં બેડ ભરેલા છે. ઓક્સિજન લેવલ ૯૫થી ઘટી જાય તો જ હોસ્પિટલમાં દાખલ થાય તેવી વિનંતિ છે. ૧૦૮માં ૩૦૦થી ૪૦૦ કોલ વેઈટીંગમાં છે. ક્યાં દર્દીને ક્યાં મોકલવા તેની વ્યવસ્થા IAS દિલીપ રાણાને સોંપી છે. બીજી હોસ્પિટલ દાખલ કરે કે ના કરે. જવાબદારી નિભાવે કે ન નિભાવે પણ સિવિલ હોસ્પિટલમાં આવેલા તમામ દર્દીઓને દાખલ કરવા પ્રયત્ન કરીએ છીએ.

Subscribe Saurashtra Kranti here

નીતિન પટેલે આગળ કહૃાું કે, સિવિલ મેડિસીટી હોસ્પિટલમાં વધુ વધુ બેડ, ઓક્સિજન વધારવા, વેન્ટિલેટર, ઇન્જેક્શન આપવા વગેરે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહૃાા છે. તમામ સરકારી હોસ્પિટલો પર ખૂબ જ ભારણ આવ્યું છે. ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને અભિનંદન આપું છું. રજા વગર ૧૦૮, ડોક્ટરો અને સ્ટાફ રાત દિવસ કામ કરે છે. અત્યારે જે વેવ ચાલ્યો છે એ એટલે મોટા પ્રમાણમાં છે કે દર્દીઓ વધી રહૃાા છે. તમામ સુવિધા કરી રહૃાા છીએ.

આરોગ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, યુ.એન મહેતામાં રેસિડન્ટ ડોક્ટર હોસ્ટેલમાં ૭ દિવસમાં ૧૬૦ બેડ ઉભા કર્યા છે.યુ.એન.મહેતામાં હોસ્પિટલમાં ૧૬૦ બેડ શરૂ થતાં હવે ત્યાં દાખલ કરીશું. ઓક્સિજન બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન વગેરેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આજથી જ આ હોસ્ટેલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવામા આવશે. ૧૨૦૦ બેડમાં જ્યાં ભીડ થાય છે એ ઓછી કરવા હવે અહીં હોસ્ટેલમાં ૧૦૮માં લાવવામાં આવશે. ૮૦ બેડ મંજુશ્રી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યા છે.કેન્સર હોસ્પિટલમાં પણ બીજા ૩૦ બેડ વધારવામાં આવશે. જે આવતીકાલ(૧૯ એપ્રિલ) સાંજ સુધીમાં શરૂ થશે.

AMC, સોલા મેડિકલ કોલેજમાં વ્યવસ્થા વધારવા પ્રયત્ન ચાલુ છે. એક અઠવાડિયામાં GMDC ગ્રાઉન્ડમાં હોસ્પિટલ શરૂ થશે. ૯૦૦ બેડની હોસ્પિટલ કેન્દ્ર સરકાર હેઠળ શરૂ થશે. મોટા ભાગના શ્ર્વાસની તકલીફ વાળા આવે છે. માટે ઝડપથી ઓક્સિજન સાથે બેડ આપવામાં આવે તેવી વ્યવસ્થા કરીએ છીએ.

Read About Weather here

AMC, સરકારી અને ખાનગી હોસ્પિટલ બેડ ખાલી થાય એમ દાખલ કરી રહૃાા છીએ. ગમે તેટલી એમ્બ્યુલન્સની લાઈન લાગે બહાર ૧૦૮માં ઓક્સિજન ચાલુ રાખી અને જગ્યા મળે એટલે દાખલ કરીશું. રાજ્યમાં લગભગ મહાનગરો અને ૨૦ નગરમાં રાત્રી કફર્યુ અમલમાં છે. ૨૫ કે ૩૦ ટકા લોકડાઉન ગણાય. ઘણા ગામડા, શહેરોમાં વેપારીઓ અને બજારો સ્વયંભુ બંધ રહે છે.

લોકડાઉન કરવું ઉપયોગી નહીં થાય. લોકો પોતાની જવાબદારી નહીં સમજે ત્યાં સુધી સંક્રમણ નહીં અટકે. અનેક જગ્યાએ સમાજ અને સંસ્થા તરફથી કોવિડ સેન્ટર બનાવવા રજુઆત કરવામા આવે છે. તમામ સમાજ સંસ્થાને અભિનંદન આપીએ છીએ.પરંતુ સ્ટાફ અને વ્યવસ્થા ઉભી કરવું પડે. ઓક્સિજન બેડ, વેન્ટિલેટર પણ જરૂર પડે. સારવાર માટે સ્ટાફ જોઈએ. જેમને શ્ર્વાસની તકલીફ નથી એ હોમ આઇસોલેટ થાય. માત્ર ગંભીર પ્રકારના દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ થાય.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here