અંકલેશ્વર : કારની ટક્કરે મહિલાનું મોત, ચાલક ફરાર

અંકલેશ્વર : કારની ટક્કરે મહિલાનું મોત, ચાલક ફરાર
અંકલેશ્વર : કારની ટક્કરે મહિલાનું મોત, ચાલક ફરાર

સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસેના બ્રિજ નીચેના સર્વિસ રોડ પરથી પસાર થતી અજાણી મહિલાને ઇકો કારના ચાલકે ટક્કર મારતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું કે, અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે

Subscribe Saurashtra Kranti here

મહિલા સર્વિસ રોડ પરથી પસાર થઇ રહી હતી. દરમ્યાન પુરપાટ ઝડપે આવતી ઇકો કારના ચાલકે મહિલાને ટક્કર મારી કાર લઇ ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં મહિલા હવામાં ફંગોળાતા ગંભીર ઈજાઓના કારણે ઘટના સાથે જ મોત નીપજ્યું હતું.

Read About Weather here

અકસ્માતને જોતા આસપાસના દુકાનદારો દોડી આવ્યા હતા અને શહેર પોલીસને જાણ કરી હતી. શહેર પોલીસનો કાફલો સ્થળ ઉપર આવી પહોંચી મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી નજીકની દુકાન બહારના સીસીટીવી ચેક કરતા જેમાં માત્ર 5 સેન્કડમાં જ રાહદારી મહિલાએ જીવ ગુમાવ્યો હોવાનો હચમચાવતો વિડિયો જોવા મળ્યો હતો. શહેર પોલીસે ઇકો કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી મહિલાની ઓળખની કવાયત હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here