અંકલેશ્ર્વર પાસે નર્મદૃા નદૃીમાંથી આજે સાણંદૃના યુવાનનો મૃતદૃેહ આજે મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં અંકલેશ્ર્વર સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્ર્વર પાસેથી પસાર થતી નર્મદૃા નદૃીમાં યુવાનનો મૃતદૃેહ પાણીમાં તરતો હતો. જેથી ધર્મેશ સોલંકી અને તેમની ટીમે નાવડીની મદૃદૃથી યુવાનના મૃતદૃેહને નર્મદૃા નદૃીમાંથી બહાર કાઢ્યો હતો અને તુરંત જ પોલીસને જાણ કરી દૃીધી હતી. જેથી અંકલેશ્ર્વર સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દૃોડી ગઇ હતી અને યુવાનની ઓળખ કરવાની દિૃશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસે ખિસ્સા તપાસતા ડોક્યુમેન્ટના આધારે યુવાન ૨૩,ભગવતી સોસાયટી, નળસરોવર રોડ, સાણંદૃનો હોવાનું જાણવા મળ્યું હતું. તેની પાસેથી એક મોબાઇલ પણ મળી આવ્યો હતો.
પોલીસે મૃતક યુવાનના મોબાઇલ ફોન અને ખિસ્સામાંથી મળેલા એડ્રેસના આધારે તેના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે અને યુવાનના મૃતદૃેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ શરૂ કરી છે.