ભરશિયાળે આંબાના ઝાડ પર મોર… કેસર કેરી માટે વધુ રાહ નહીં જોવી પડે
ચાલુ વર્ષે ભર શીયાળે આંબાના ઝાડ પર વહેલા મોર અને કેરીઓ જોવા મળી રહી છે. સામાન્ય રીતે આંબાના ઝાડ પર ફેબ્રુઆરી માસના અંતમાં મોર કે ફલાવરીંગ જોવા મળે છે. પણ ચાલુ વર્ષે ભર શીયાળે આંબાના ઝાડ પર મોર જોવા મળી રહૃાા છે.
સોરઠ એટલે કેસર કેરીનું ઉત્પાદૃન કરતો પ્રદૃેશ છે. ત્યારે આ વખતે ભરશીયાળે આંબા પર મોર દૃેખાવા લાગ્યા છે. અમુક આંબાના ઝાડ પર નાની કેરીઓ પણ જોવા મળે છે. વૈજ્ઞાનિકોના મતે અમુક આંબાના ઝાડ પર આ પ્રક્રિયા જોવા મળી છે. આવું દૃરેક આંબામાં જોવા મળતુ નથી. હાલ કેરીની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર છે પણ જો વાતાવરણને લઇ કોઈ બદૃલાવ આવશે તો કેરીના ઉત્પાદૃનમાં ઘટાડો જોવા મળશે.