NSUIએ ઇન્દ્રવિજયિંસહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવવા માંગ કરી

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

કારમી હાર બાદ હવે ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે ખેંચતાણ શરૂ થઈ છે. અમિત ચાવડાના રાજીનામાં બાદ હવે ઈન્દ્રવિજયિંસહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવવા એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસે માંગ કરી છે. જો કોંગ્રેસને ગુજરાતમાં ટકી રહેવું હોય તો યુવા નેતાઓને કમાન્ડ સોંપવાની એનએસયુઆઇએ માગ કરી છે. સાથે હાર્દિક પટેલના નામ અંગે કહૃાું કે, તેમને હજુ પક્ષમાં લાંબો સમય થયો નથી. જેથી હાલ ઈન્દ્રવિજયિંસહને જ પ્રદેશ પ્રમુખ બનાવવા જોઈએ. મહત્વનું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને નેતા વિપક્ષના પદેથી પરેશ ધાનાણીએ રાજીનામાં આપ્યા છે. જેને હાઈકમાન્ડે સ્વીકારણ પણ કરી લીધા છે. જો કે નવા પ્રદેશ પ્રમુખ અંગે હજુ હાઈકમાન્ડે કોઈ વિચારણા કરી નથી. પરંતુ એનએસયુઆઇએ પ્રદેશ પ્રમુખ પદ માટે અત્યારથી જ લોબિંગ શરૂ કરી દીધું છે.

મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપની ભવ્ય જીત બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. આ બાદ કેન્દ્રીય નેતૃત્વ એ બંને નેતાઓના રાજીનામાનો તાત્કાલિક સ્વીકાર કર્યા બાદથી યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહૃાો છે. કેન્દ્રીય નેતૃત્વ પ્રદેશ પ્રમુખના નવા નામ અંગે વિચારણા શરૂ કરે એ પહેલા જ યૂથ કોંગ્રેસ અને એનએસયુઆઇએ ઇન્દ્રવિજયિંસહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી માંગ કરી છે.