Home General CBIએ લાંચ કેસમાં પોતાના જ DSP સહિત ત્રણને દબોચ્યા

CBIએ લાંચ કેસમાં પોતાના જ DSP સહિત ત્રણને દબોચ્યા

બેક્ધ કૌભાંડ કેસની મહત્વની ઇન્ફોર્મેશન લિક કરવા માટે લાંચ લેતા ઝડપાયા

એક બેક્ધ કૌભાંડ કેસમાં ૫૫ લાખ રુપિયાની લાંચ લેવાના આરોપમાં કેન્દ્રિય એજન્સી સીબીઆઇએ પોતાના જ એક ડીએસપી, એક ઇન્સ્પેક્ટર અને એક વકીલની ધરપકડ કરી હતી. કેન્દ્રિય એજન્સીએ આ કેસમાં પોતાના જ ચાર અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યા હતા. આ માટે સીબીઆઇએ ડીએસપીના સહારનપુર અને રુડકીના ઠેકાણાંઓ પર દૃરોડા પાડ્યા હતા જ્યાં એક કેસમાં આરોપી વ્યક્તિને રાહત અપાવવા માટે ૫૫ લાખ રુપિયાની લાંચ લેવામાં આવી રહી હતી.

સીબીઆઇએ ગત અઠવાડિયે ગાજિયાબાગમાં સીબીઆઇ એકેડમીમાં તૈનાત અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરી તેમના ઠેકાણાંઓ પર રેડ પાડી હતી. તેમની પર આરોપ હતો કે વર્ષ ૨૦૧૮માં ત્રણ ખાનગી કંપનીઓએ બેક્ધો સાથે ખોટા દસ્તાવેજો પર લોન લઇ મોટા કૌભાંડ આચર્યા હતા.

આ કેસમાં લાંચ લેતા આરોપીઓ કેસ સાથે સંકળાયેલી મહત્વની ઇન્ફોર્મેશન કંપનીઓને આપી રહૃાા હતા જેથી કેસ નબળો પડે. ઇન્ફોર્મેશન આપવા બદલ સીબીઆઇ ડીએસપી અને ઇન્સ્પેક્ટર સહિત અન્ય એક વ્યક્તિએ ૫૫ લાખ રુપિયાની લાંચ લીધી હતી.

RELATED ARTICLES

Most Popular