12મીએ રાજકોટના મેયર જાહેર થશે

મહાનગરપાલિકાના રમેશભાઇ છાયા ગૃહમાં કોર્પોરેટરોની બેઠક

મેયર, ડે.મેયર, સ્થાયી સમિતિના સભ્યો ચૂંટવા મ્યુ.કમિશનરે જનરલ બોર્ડ બોલાવ્યું

રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોની મુદત તા.14-12-2020ના રોજ પૂર્ણ થતા ચૂંટણી પંચ દ્વારા ગત તા.21-2ના રોજ મહાનગરપાલિકાની ચૂંટણી હાથ ધરવામાં આવી હતી. તા.23-2ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવ્યા બાદ ચૂંટણી પંચ દ્વારા ચૂંટાયેલા ઉમેદવારોના નામ ધી ગુજરાત ગવર્નમેન્ટ ગેઝેટમાં પ્રસિધ્ધ કરવામાં આવેલ.

શહેરના 18 વોર્ડના 72 કોર્પોરેટરોની પ્રથમ બેઠક તા.12ને ગુરૂવારે સવારે 11 કલાકે મહાનગરપાલિકાના બીજા માળે આવેલ રમેશભાઇ છાયા સભા ગૃહમાં રાખવામાં આવેલ છે. આ બેઠકમાં મેયર, ડે.મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના બાર સદસ્યોની નિમણૂંક થશે. મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂંક માટે ગાંધીનગર સુધી ફોનની ધંટડીઓ રણકવા લાગી છે. આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને પદાધિકારીઓની પસંદગી કરવા ધારાસભ્યોએ પ્રદેશના નેતાઓ સમક્ષ વાત મુકી હોવાનું જાણવા મળ્યું છે. હાલ નેતાઓ પોતાનાથી ખૂબ નજીક હોય તેવા કોર્પોરેટરોને સારા હોદ્ા પર સ્થાન અપાવવા મથામણ કરી રહયા છે તેવી ચર્ચાઓ થઇ રહી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે 55 કે તેથી વધુ વયના અને એક જ પરિવારમાંથી એક જ હોદ્ો આપવાની યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જાહેરાત કરી હતી. જાહેરાતબાદ અનેક સિનિયર કોર્પોરેટરોની બાદબાકી થઇ જતા નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારી ભાજપના 68 ઉમેદવારોની ભવ્ય જીત થઇ અને કોંગ્રેસને માત્ર ચાર સીટો મેળવી સંતોષ માનવો પડયો. બેથી વધુ ટર્મથી ચૂંટાઇને આવતા કોર્પોરેટરોને મહાનગરપાલિકામાં મહત્વના હોદ્ા પર સ્થાન મળ્યુ હોય તેવા કોર્પોરેટરોને મેયર સહિતના હોદ્ા પર સ્થાન નહીં મળે તેવી જાહેરાત કરાય તો પ્રથમવાર ચૂંટાઇને આવેલા કોર્પોરેટરોને મહત્વના હોદ્ા પર સ્થાન મળી શકે. પદાધિકારીઓની નિમણૂંક અંગે પ્રદેશમાંથી નિર્ણય લેવામાં આવશે કે પછી સ્થાનિક નેતાઓના વિશ્ર્વાસને ધ્યાનમાં લઇને પદાધિકારીઓના નામ કરાશે તો આગામી તા.12મી એ બંધ કવરમાંથી મેયર સહિતના પદાધિકારીઓના નામની જાહેરાત થશે.(1.4)