સૌરાષ્ટ્રમાં આંતરિક જૂથવાદ: દિગ્ગજ નેતાએ જ ભાજપ ઉમેદવારની વિકેટ પાડ્યાનો આક્ષેપ

કમળાપુર બેઠકના હારી ગયેલા ભાજપના ઉમેદવારે એક પત્ર લખ્યો છે આ પત્ર રામભાઈ સાકળીયાએ જિલ્લા ભાજપ પ્રમુખને લખ્યો છે. ગુજરાત ભાજપ ઉપ પ્રમુખ ભરત બોઘરા અંગે આ પત્રમાં આક્ષેપો કરાયા છે. જે અનુસાર, કમળાપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે પૈસા સહિતની તમામ સવલતો પુરી પાડવામાં આવી. પત્ર માં ભરત બોઘરા-મહામંત્રી મનસુખ રામાણી અને જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણી વિરૂદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા છે.

કમળાપુર સહિતની બેઠકની જવાબદારી મંત્રી કુંવરજી બાવળિયાને સોંપવામાં આવી હતી. મંત્રી કુંવરજી બાવળિયા અને ભરત બોધરા વચ્ચે ગત ઘણા સમયથી જૂથવાદ ચરમસીમાએ છે. જણાવી દઇએ કે, કમળાપુર બેઠકના હારી ગયેલા ભાજપના ઉમેદવારે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખ રામાણી અને જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણીના કારણે હર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

વધુમાં આ આક્ષેપોમાં ભરત બોધરાએ કોંગ્રેસને રૂપિયાથી લઈ તમામ સવલત પુરી પાડી હોવાનો આક્ષેપ પણ તેમણે લગાવ્યો છે. લીલપુર ગામ જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભ રામાણીનું છે. વલ્લભ રામાણીએ કોંગ્રેસ તરફી મતદાન કરાવ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. રાજકોટ લોકસભાની બેઠક ભાજપે ઐતિહાસિક લીડથી જીતી તો લીધી હતી પરંતુ જસદણ વિધાનસભામાં મળેલી ઓછી લીડે જસદણના સ્થાનિક રાજકીય બે આગેવાનો કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને પુર્વ ધારાસભ્ય, જિલ્લા મહામંત્રી ડો. ભરત બોઘરા વચ્ચે આંતરિક આગ લગાડી દીધી હતી.