સુરતમાં યુવકે લલના સમજી મહિલા પાસે કરી અભદ્ર માંગણી, મેથીપાકનો વીડિયો વાયરલ

સુરતના દિલ્લી ગેટ પરનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહૃાો છે. જેમા રોડ પર ઉભી રહેતી મહિલાએ એક યુવકને માર માર્યો હતો. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મહિલાઓ ઉભી રહેતી હોય છે અને એક અઠવાડિયા પહેલા પણ એક યુવકની હત્યા અિંહ થઈ હતી. દિલ્હીગેટ ખાતે એક મહિલાએ યુવકને જાહેરમાં ફટકાર્યો હતો. સોશિયલ મીડિયામાં મારામારીના આ વીડિયોએ ચકચાર મચાવી હતી. મળતી વિગતો પ્રમાણે દિલ્હીગેટ ખાતે ઓવરબ્રિજ નીચે લલનાઓનો પડાવ રહે છે.

પોલીસ વારંવાર આ ન્યુસન્સ સામે લાલ આંખ પણ કરે છે. ફરી અનૈતિક પ્રવૃત્તિ અહીં શરૂ થઇ જાય છે. દરમિયાન બે દિવસથી સોશિયલ મીડિયામાં આ વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક મહિલા સરાજાહેર એક યુવકને ફટકારતી નજરે પડે છે. મહિલા સાથે તેનો સાથી મિત્ર પણ યુવકને માર મારે છે. એક ગ્રાહકે મહિલાને ખરાબ સમજી તેની છેડતી કરી હતી. જોકે ટીઆરબીએ વચ્ચે પડી મામલો થાળે પાડયો હતો.

ઝપાઝપીનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો હતો. આ અંગે મહિધરપુરા પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, લલનાનો કોઇક યુવક સાથે ઝઘડો થયો હતો. તેઓ વચ્ચે બોલાચાલી બાદ વાત વસણી ગઇ હતી અને બાદમાં તેને મારવા લીધો હતો. આ વિસ્તારમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિ પર રોક લાગે તે માટે પોલીસ બંદૃોબસ્ત પણ મુકી દેવાયો હતો.