સુરતમાં બારીની પાળી ઉપર બેસી ફોનમાં ગેમ રમતી સગીરા ૧૨માં માળેથી પટકાતા મોત

સુરત: માતાએ એક વર્ષીય પુત્રને ઝેર પીવડાવી પોતે પણ ઝેર પી લીધું
સુરત: માતાએ એક વર્ષીય પુત્રને ઝેર પીવડાવી પોતે પણ ઝેર પી લીધું

કોમન પેસેજની બારીની પાળી પર બેસી કિશોરી મોબાઇલ પર ગેમ રમવાના ચક્કરમાં ૧૨માં માળેથી નીચે પટકાતા મોત થયું છે. ભાઈ-બહેન બન્ને મોબાઇલ પર ગેમ રમતા હતા. જેમાં ભાઈ પેસેજમાં દોઢ ફુટના પ્લેટફોર્મ પર બેસી ગેમ રમતો હતો. જયારે તેની બહેન બારીની પાળી પર બેસી હતી.

મૂળ રાજસ્થાનના ઝાલોદના વતની અને પાલ-ભાઠા રોડ પર બાગબાન સર્કલ પાસે ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા કાપડના વેપારી મુકેશ પુરોહિતની ૧૭ વર્ષીય પુત્રી સોમવારે સાંજે ભાઈ સાથે કોમન પેસેજમાં બેસી મોબાઇલ પર ગેમ રમતી હતી. દરમિયાન બારીની પાળી પર ૧૭ વર્ષની પુત્રી મોબાઇલમાં ગેમ રમવામાં મશગુલ થતા અચાનક બેલેન્સ ન રહેતા ૧૨માં માળે બારીમાંથી સીધી નીચે પટકાય હતી.

લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલમાં ખસેડાય હતી. જો કે સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. આ ઘટના સોમવારે સાંજે બની હતી. ઘટના બની ત્યારે પિતા દૃુકાને હતા અને માતા ખરીદી કરવા ગઈ હતી. ઘરે ૬ વર્ષનો ભાઈ અને બે નાની બહેનો હતી. પિતાની ટેક્સટાઇલ માર્કેટમાં સાડીની દૃુકાન છે. મૃતક ઘો-૧૦ સુધી અભ્યાસ કર્યો હતો. બનાવ અંગે ઈચ્છાપોર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.