વડોદરામાં બાઇકમાં ચોર ખાના બનાવી દારૂની હેરાફેરી કરતા બે ખેપિયા ઝડપાયા

મધ્યપ્રદેશથી ધૂમ સ્ટાઇલમાં વિદેશી દારૂનો જથ્થો લાવીને વાઘોડિયામાં પૂરી પાડતા બે ખેપિયાને વાઘોડિયા પોલીસે ઝડપી પાડી રૂપિયા ૧૧,૪૦૦ની િંકમત ધરાવતી વિદેશી દારૂની ૨૪ બોટલો સહિત ૫૬,૯૦૦ની મત્તા કબજે કરી હતી. જ્યારે દારૂની ડિલિવરી લેનારા અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ સ્ટેશનના જવાનો સોમવારે રાત્રે પેટ્રોિંલગમાં હતા, તે સમયે ચોક્કસ માહિતી મળી હતી કે, બે ઈમ્પોર્ટેડ બાઈક પર વિદેશી દારૂ આવી રહૃાો છે.
જેના આધારે પોલીસે વાઘોડિયા નવી ગેટ પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની બે બાઇક પસાર થતા પોલીસે તેમને કોર્ડન કરી રોકી હતી. બાઈક ચાલકે પોતાનું નામ વિનોડ કુમાર પરમાર (રહે, મેન બજાર, છોટાઉદેર, મૂળ રહે, ગોધરા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બાઇકની તલાશી લેતા સીટ નીચેના ભાગે તેમજ પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવી સંતાડેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂપિયા ૫૭૦૦ની િંકમત ધરાવતી ૧૨ બોટલ મળી આવી હતી. બીજા બાઈક ચાલકે પોતાનું નામ રાહુલકુમાર પરમાર(રહે, મેન બજાર, છોટાઉદપુર, મૂળ રહે, ગોધરા) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તેની પણ બાઇકની તલાશી લેતા તેમાંથી પણ સીટ નીચેના ભાગે તેમજ પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવી સંતાડેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂપિયા ૫૭૦૦ની િંકમત ધરાવતી ૧૨ બોટલ મળી આવી હતી. પોલીસની પૂછપરછ ડરમિયાન બંને લબરમૂછિયા આ દૃારૂનો જથ્થો મધ્યપ્રદેશના ચાંદપુર ખાતેના ઠેકા ઉપરથી લાવીને વાઘોડિયાની નવીનગરી ખાતે રહેતા બોડો નામના વ્યક્તિને પહોંચાડવાનો હોવાની કબૂલાત કરી હતી.