રાજકોટમાં ડેટા એન્ટ્રીના નામે ૩૮ લાખથી વધુની છેતરિંપડી, વોન્ટેડ ઝડપાયો

રાજકોટ શહેરમાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને દબોચી લેવાની સૂચનાથી DBCની ટીમે ગાંધીગ્રામના ૩૮.૮૮ લાખના ઠગાઇના ગુનામાં ૧૮ વર્ષથી નાસતા ફરતા આરોપીની પુનાથી ધરપકડ કરી લીધી છે. ૨૦૦૮માં પિતાનું અવસાન થયું છતાં આવ્યો ન હતો અને ૨૦૦૯માં લગ્ન કરી લીધા તે અંગે પરિવારને પણ જાણ કરી ન હતી.

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ૨૦૦૩માં ઠગાઇનો ગુનો નોંધાયો હતો. જેમાં લક્ષ્મીવાડીમાં રહેતા ફરિયાદી વિમાભાઈ સુરેશભાઈ ચૌહાણ અને અન્ય ભોગ બનનાર સાહેદોને રૈયા રોડ હનુમાનમઢી પાસે રહેતા જયેશ સુરેશચંદ્ર પારેખ નામના શખ્સે મૈત્રી કોમ્પ્યુટર નામે ઓફિસ ખોલી જોબવર્ક અપાવવાનો કોન્ટ્રાક્ટ કરી ડિપોઝીટ પેટે ૮,૨૨,૫૦૦ અને એક માસના જોબવર્કના ૩૦,૬૫,૭૦૦ મળી કુલ ૩૮,૮૮,૨૦૦ રૂપિયા નહિ ચૂકવી કરાર ભંગ કરી છેતરિંપડી કરી ભાગી ગયો હતો.???????

એ સમયે પોલીસે તેના બનેવી ચંદન પાર્કમાં રહેતા સંજય રમેશભાઈ કોઠારીની ધરપકડ કરી હતી અને આરોપી જયેશ ત્યારથી નાસતો ફરતો હોય જેને ઝડપી લેવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી DCB PI વિ.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ PSI એમ.વી.રબારી અને ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન પ્રતાપિંસહ ઝાલા અને દિગ્વિજયિંસહ જાડેજાને મળેલી બાતમી આધારે મહારાષ્ટ્રના પુનાના વડગામ ખાતે દરોડો પાડી જયેશ પારેખને દબોચી લેવામાં આવ્યો હતો.???????