બેઠક બોલાવવા તંત્રમાં સંકલનનો અભાવ?

શહેરમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી મ્યુ. કમિશનરે શહેરના કુલ 18 વોર્ડના 72 કોર્પોરેટરોની પ્રથમ બેઠક તા.12ના ગુરૂવારના રોજ સવારે 11 કલાકે પ્રમખ સ્વામી ઓડિટોરીયમ ખાતે મેયર, ડે.મેયરની ચૂંટણી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના બાર સદસ્યોની નિમણૂંક કરવા બોલાવેલજેની નોટીસ દરેક કોર્પોરેટરોને મોકલી આપવા મ્યુનિસિપલ સેક્રેટરીને સુચના આપવામાં આવેલ હોવાનું અખબારી યાદીમાં જણાવ્યું હતું. ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાના પરિપત્ર નં.1માં જણાવ્યા મુજબ મહાનગરપાલિકાની સમગ્ર સભાની ખાસ (સ્પેશિયલ) મીટીંગ તા.12ને શુક્રવારે સવારે 11 કલાકે રમેશભાઇ છાયા સભાગ્રહમાં રાખેલ છે. બેઠક બોલાવવામાં તંત્રમાં સંકલનનો અભાવ કે પછી કોઇની સુચનાનું પાલન કરાયું તેવી ચર્ચાઓ થઇ રહી છે.