બાઈડન-વહીવટીતંત્રમાં મહત્વના પદ પર ભારતીય-અમેરિકન્સની નિયુક્તિ

અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને કહૃાું છે કે, ‘દેશમાં ભારતીય-અમેરિકન્સ છવાઈ રહૃાાં છે. બાઈડનના આ ઉલ્લેખ પાછળનું કારણ એમના વહીવટીતંત્રમાં ભારતીય સમાજનાં લોકોની મોટી સંખ્યામાં કરાયેલી નિમણૂક છે. પ્રમુખપદ સંભાળ્યાને હજી ૫૦ દિવસ પણ નથી થયા અને બાઈડને એમના વહીવટીતંત્રમાં મહત્વના નેતૃત્વના સ્થાનો પર ઓછામાં ઓછા ૫૫ ભારતીય-અમેરિકન્સની નિમણૂક કરી છે.

તેમણે ગઈ કાલે નાસાના વિજ્ઞાનીઓ સાથેના એક વર્ચ્યુઅલ સંવાદમાં કહૃાું હતું કે પોતાના ભાષણનું લખાણ તૈયાર કરનારથી લઈને અવકાશ સંશોધન સંસ્થા NASA પદ પર ભારતીય-અમેરિકન્સની નિમણૂક કરાઈ છે. જેમ કે, સ્વાતિ મોહન, મારા ઉપપ્રમુખ કમલા હેરિસ, મારા ભાષણ-લેખક વિનય રેડ્ડી વગેરે. દેશમાં ભારતીય-અમેરિકન્સ છવાઈ રહૃાાં છે.