પુડુચેરીમાં કોંગ્રેસની સરકારનું પતન

મુખ્યમંત્રી સામીનું રાજીનામું, ભાજપનો ખેલ સફળ

પુડુચેરીમાં આખરે કોંગ્રેસની સરકાર ઉથલાવવામાં ભાજપને સફળતા મળી છે. આજે વિધાનસભામાં શક્તિ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસની સરકારે બહુમતી ગુમાવી દીધી હતી. જેના પગલે મુખ્ય મંત્રી વી.નારાયણ સામીએ રાજીનામું આપી દીધું હતું. તેમણે ભાજપ પર દોષારોપણ કર્યું હતું અને એવો આક્ષેપ કર્યું હતો કે, કિરણ બેદી સાથે સાંઠગાંઠ કરીને મારી સરકાર ઉથલાવી નાખવામાં આવી છે.

ગઈકાલે કોંગ્રેસના વડપણ હેઠળની મિશ્ર સરકાર લઘુમતીમાં મુકાઈ હતી. કેમ કે વધુ બે ધારાસભ્રયોએ શાસક પક્ષમાંથી રાજીનામાં આપી દીધા હતા. આ રીતે કોંગ્રેસનું સંખ્યાબળ 14 ને બદલે 12 સભ્યનું થઇ ગયું હતું અને ગૃહમાં ફલોર ટેસ્ટમાં સરકારનો પરાજય થયો હતો. પુડુચેરીના લેફ ગવર્નર તરીકે કિરણ બેદીની ભૂમિકા ખુબ જ વિવાદાસ્પદ રહી હતી.

હજુ પાંચ દિવસ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પુડુચેરીની મુલાકાત લીધી હતી. પરંતુ એમના પ્રયાસો પણ સરકારને બચાવી શકાય હતા. રાજીનામું આપતી વખતે મુખ્યમંત્રીએ સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે, ભાજપે વિપક્ષી સરકારોને ઉથલાવવા ઓપરેશન કમળ શરૂ કર્યું છે.