પાવાગઢનું મહાકાળી મંદિર સોમવારથી છ દિવસ ભકતો માટે બંધ

નિર્માણકાર્ય અંતિમ તબકકામાં હોવાથી

ચૈત્રી નવરાત્રીમાં માઈભકતોને મુશ્કેલી ન પડે તે માટે ટ્રસ્ટનું આગોતરૂ આયોજન

પાવાગઢ ખાતે આવેલ મહાકાળી માતાજીનું મંદિર 51 શકિતપીઠ માંનુ છે. દર વરસે લાખો માઈભકતો માતાજીના ચરણોમાં શીશ નમાવી માતાજીના આશિર્વાદ મેળવે છે અને મનોકામના પુર્ણ કરે છે.
હાલમાં કાલીકા માતાજીનું મંદિર તેમજ આસપાસના વિસ્તારનું ડેવલોપમેન્ટનું કામ પુરજોશમાં ચાલુ છે. હાલ માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય આખરી તબકકામાં છે.

આગામી ચૈત્રી નવરાત્રીમાં માતાજીના ભકતોને કોઈ અગવડ ન પડે અને સુચારૂ રૂપથી માઈ ભકતો દર્શન કરી શકે તેના આગોતરા આયોજનના ભાગરૂપે મંદિર તા.8 ના સોમવારથી તા.13 ના શનિવાર સુધી છ દિવસ માટે માતાજીના દર્શન માઈ ભકતો માટે બંધ રહેશે. તા.14 ને રવિવારથી માતાજીના દર્શન રાબેતા મુજબ ખુલશે. તેની ભાવિક ભકતો સર્વે નોંધ લેવી. મંદિરની વેબસાઈટ www.pawagadhtemple.in ઉપર માતાજીના લાઈવ દર્શન ચાલુ રહેશે. તેમ કાલીકા માતાજી મંદિર ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.