પાકિસ્તાનમાં ગંભીર ગેસ સંકટ ઊભું થયું

ગેસનો બાટલો રૂ.1000 ને આંબશે!?
ગેસનો બાટલો રૂ.1000 ને આંબશે!?

પાકિસ્તાનની જનતા માટે નવું વર્ષ ખુશીઓ નહીં પણ મુશ્કેલીઓનો સમય લઇને આવી રહૃાું છે. જાન્યુઆરી મહિનામાં પાકિસ્તાન ગંભીર ગેસ સંકટનો સામનો કરી રહૃાું છે. પાકિસ્તાનમાં ગેસ સપ્લાય કરતી કંપની સુઇ નોર્ધનને દરરોજ ૫૦૦ મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક ફીટની ગેસની અછતનો સામનો કરવો પડશે.

ગેસની આ અછતને કારણે કંપની પાસે વીજ ક્ષેત્રને ગેસ સપ્લાય બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. પાકિસ્તાની સમાચારપત્ર ધ ન્યૂઝ અનુસાર વીજ ક્ષેત્રથી એલએનજીનો કાપ મુકીને ઘરેલૂ ગ્રાહકોને આપવાથી સંકટ ઓછું થવા નથી જઈ રહૃાું. આ પછી પણ દરરોજ ૨૫૦ મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક ફીટની અછત રહેશે. અધિકારીઓને ઉદ્યોગોને અપાયેલી આરએલએનજીમાં પણ અઠવાડિયામાં એક દિવસ કાપ મુકવો પડશે.

એવું માનવામાં આવે છે કે ૪થી ૨૦ જાન્યુઆરીની વચ્ચે ગેસની અછત સૌથી વધારે રહેશે. પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે સમયસર ગેસ ખરીદ્યો ન હતો, જેના કારણે હવે પ્રજાએ મુશ્કેલી ભોગવવી પડી રહી છે. પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું હતું કે ખાતર ઉદ્યોગને ગેસની સપ્લાય બંધ કરી દેવામાં આવી છે. નાઇજીરીયાથી ગેસ લઈને આવી રહેલા ટેક્ધરને ચાર દિવસ વિલંબ થતાં સંકટ વધુ વિકટ બન્યું છે.

આ દરમિયાન પંજાબ અને અન્ય રાજ્યોના લોકોને ગેસ સપ્લાયમાં વિક્ષેપ થતાં ઓછી ગરમી પર રસોઇ બનાવવાની ફરજ પડી રહી છે. સરકાર હવે ઉદ્યોગોમાંથી ગેસ બંધ કરી રહી છે અને લોકોના ઘરોમાં સપ્લાય કરી રહી છે.