દેશમાં રહેવાલાયક સૌથી શ્રેષ્ઠ શહેરોમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ જાહેર, ૧૧૧ શહેર સર્વેમાં સામેલ થયા

બંગ્લુંરું પ્રથમ, પૂણે બીજા અને અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત, વડોદરા ટૉપ-ટેનમાં સામેલ

સૌથી ઓછી વસ્તી ધરાવતા શહેરમાં શિમલા નંબર-૧, ગાંધીનગર સાતમા ક્રમે

ઈઝ ઓફ લિવિંગ એટલે કે રહેવા લાયક દેશના સૌથી શ્રેષ્ઠ શહેરોની યાદી જાહેર કરાઈ છે. ગુજરાતના ત્રણ શહેરો સામેલ થયા છે. ભારત સરકારે જારી કરેલા લિસ્ટમાં ટોપ ટેનમાં દેશના મેટ્રો સિટીમાં બેંગ્લોર સૌથી શ્રેષ્ઠ અને ઓછી વસ્તી ધરાવતાં શહેરમાં શિમલા નંબર ૧ પર છે. જ્યારે અમદાવાદ ટોપ ટેનમાં ત્રીજા નંબરે છે. સુરત પાંચમા, વડોદરા આઠમા નંબરે છે. આ સિવાય પૂણે બીજા નંબરે, ચેન્નઈ ચોથા, નવી મુંબઈ છઠ્ઠા, કોઈમ્બતૂર સાતમા ઈન્દોર નવમા અને ગ્રેટર મુંબઈ દસમા સ્થાને છે. ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોમન્સ ઈન્ડેક્સ ૨૦૨૦માં જાહેર કરાયેલી યાદીમાં સમાવિષ્ઠ છે

જ્યારે દેશની ટોપ મ્યુનિસિપાલ્ટીઝમાં ગુજરાતના ત્રણ શહેરો સામેલ થયા છે. ભારત સરકારે જારી કરેલા લિસ્ટમાં ટોપ ટેનમાં સુરત બીજા, અમદાવાદ છઠ્ઠા અને વડોદરા ૧૦મા સ્થાને છે. દેશમાં ટોપ પર ઈન્દોર છે. જ્યારે ત્રીજા સ્થાને ભોપાલ, ચોથા સ્થાને પીંપરી ચીંચવાડ, પાંચમા સ્થાને પૂણે, સાતવા સ્થાને રાયપુર, આઠવા સ્થાને ગ્રેટર મુંબઈ અને નવા સ્થાને વિશાખાપટ્ટનમ છે.

ઈઝ ઓફ લિવિંગના કેસમાં દેશના મહાનગરોમાં બેંગલુરુ સૌથી સારુ અને ઓછી વસ્તીવાળા શહેરમાં શિમલા નં-૧ છે. આ પ્રમાણે દિલ્હીનો ક્રમ ૧૩ પર છે. ટોપ-૨૦ શહેરોમાં મધ્ય પ્રદેશનું ઈન્દોર, ભોપાલ, છત્તીસગઢનું રાયપુર, ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ, મહારાષ્ટ્રનું પુણે, નવી મુંબઈ અને ગ્રેટર મુંબઈ સહિત ૭ શહેરો સામેલ છે. આ વાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા ઈધ ઓફ લિવિંગ ઈન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોમન્સ ઈન્ડેક્સ ૨૦૨૦માં સામે આવી છે.

ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સમાં ૧૧૧ શહેરોનો સર્વે સામેલ છે. તેમાં ૪૯ શહેર ૧૦ લાખથી વધારે વસતીવાળા (મિલિયન પ્લસ) છે. જ્યારે ૬૨ શહેર ૧૦ લાખથી ઓછી વસતી વાળા છે.

મ્યુનિસિપલ પરફોર્મન્સ ઈન્ડેક્સના આધાર પર ઈન્દોર દેશમાં નંબર-૧ શહેર છે. આ ઈન્ડેક્સને ૧૧૪ નગર નિગમના ૨૦ સેક્ટર અને ૧૦૦ ઈન્ડિક્ટરના આધાર પર બનાવવામાં આવ્યું છે. તેમાં મિલિયન પ્લસ શહેરોમાં ઈન્દોર, સુરત અને ભોપાલ ટોપ-૩માં રહેલા છે. જ્યારે ઓછી વસ્તી કે શહેરી નિગમમાં નવી દિલ્હી, તિરુપતિ અને ગાંધીનગર ટોપ-૩ શહેર છે.

શહેરની આર્થિક ક્ષમતાના આધાર પર બેંગલુરુ, દિલ્હી, પુણે, અમદાવાદ અને થાણે દેશના ટોપ-૫ શહેર છે. આર્થિક સ્તર પ્રમાણે દિલ્હી નંબર-૧ છે. ત્યારપછી બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈનો નંબર આવે છે. સસ્ટેનિબિલિટીમાં પુણે, વિશાખાપટ્ટનમ, પિંપરી ચિંચવાડ, અમદાવાદ અને ગ્વાલિયર ટોપ શહેરો માં છે. પર્યાવરણ પ્રમાણે ટોપ-૧૦ શહેરોમાં એકલા તમિલનાડુના ૬ શહેર સામેલ છે.

સિટિઝન્સ પરસેપ્શનના મામલે ભુવનેશ્ર્વર દેશનું સૌથી સારુ શહેર છે. ત્યારપછી સિલવાસા, દેવનગેરે, કાકીનાડા, બિલાસપુર અને ભાદલપુરનો નંબર આવે છે. સિટિઝન્સ પરસેપ્શન સર્વેમાં ૧૧૧ શહેરોના ૩૨.૫ લાખ લોકોનો ફિડબેક લેવામાં આવ્યો છે.

૧૦ લાખથી વધુ વસતીવાળા શહેરોની યાદી:
ક્રમ શહેર સ્કોર
૧. બેંગલુરૂ ૬૬.૭૦
૨. પૂણે ૬૬.૨૭
૩. અમદાવાદ ૬૪.૮૭
૪. ચેન્નાઇ ૬૨.૬૧
૫. સુરત ૬૧.૭૩
૬. નવી મુંબઇ ૬૧.૬૦
૭. કોઇમ્બતુર ૫૯.૭૨
૮. વડોદરા ૫૯.૨૪
૯. ઈન્દોર ૫૮.૫૮
૧૦. ગ્રેટર મુંબઇ ૫૮.૨૩

૧૦ લાખથી ઓછી વસતીવાળા શહેરોનું રેન્કિંગ
ક્રમ શહેર સ્કોર
૧. સિમલા ૬૦.૯૦
૨. ભુવનેશ્ર્વર ૫૯.૮૫
૩. સિલ્વાસા ૫૮.૪૩
૪. કાકિનાડા ૫૬.૮૪
૫. સેલમ ૫૬.૪૦
૬. વેલ્લોર ૫૬.૩૮
૭. ગાંધીનગર ૫૬.૨૫
૮. ગુરૂગ્રામ ૫૬.૦૦
૯. દેવનગેરે ૫૫.૨૫
૧૦. ત્રિચુરપલ્લી ૫૫.૨૪