દુનિયાભરમાં રસી લઈને જાય છે વિમાન, સાથે લાવે છે ભારત પ્રત્યે ભરોસો અને આશીર્વાદ

પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમને લઈ વેબિનારમાં વડાપ્રધાન મોદીએ કહૃાું-

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમને લઈને આયોજિત વેબિનારને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહૃાું કે અમે મેક ઈન ઈન્ડિયાને અલગ અલગ સ્તર પર મજબૂત કરવા માટે અનેક પગલાં લીધા છે. અમારી સામે દુનિયાભરના ઉદાહરણ છે. જ્યાં દેશોએ પોતાની મેન્યૂફેક્ચિંરગ ક્ષમતા વધારીને, દેશના વિકાસને ગતિ આપી છે. વેબિનારને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહૃાું કે, ભારતમાં આજે જે વિમાન કોરોના વાયરસ રસીના લાખો ડોઝ લઈને દૃુનિયાભરમાં જઈ રહૃાા છે તે ખાલી આવતા નથી. તેઓ પોતાની સાથે ભારત પ્રત્યેનો ભરોસો, ભારત પ્રત્યે આત્મિયતા, સ્નેહ, આશીર્વાદ અને એક ભાવાત્મક લગાવ લઈને આવે છે. તેમણે કહૃાું કે આટલી મોટી સંખ્યામાં હિન્દૃુસ્તાનના તમામ ખૂણેથી તમારા બધાનું આ મહત્વપૂર્ણ વેબિનારમાં સામેલ થવું એ પોતાનામાં જ તેનું મહત્વ દર્શાવે છે. પ્રધાનમંત્રીએ કહૃાું કે ભારત આજે જે નમ્રતા અને કર્તવ્યભાવથી માનવતાની સેવા કરી રહૃાું છે તેનાથી સમગ્ર દૃુનિયામાં ભારત પોતાનામાં જ એક ખુબ મોટી બ્રાન્ડ બની ગયું છે.

ભારતની શાખ અને ઓળખ નિરંતર નવી ઊંચાઈ આંબી રહી છે. સ્વાસ્થ્ય સંકટના આ સમયમાં દૃુનિયાની સેવા કરીને ભારત એક વૈશ્ર્વિક બ્રાન્ડ બની ગયું છે. તે ટ્રસ્ટ ફાર્મા સેક્ટર સુધી સીમિત નથી, પરંતુ દરેક સેક્ટરને તેનાથી ફાયદો થશે. તેમણે વધુમાં કહૃાું કે આજે ભારત એક બ્રાન્ડ બની ગયું છે. હવે તમારે ફક્ત પ્રોડક્ટની ઓળખ બનાવવાની છે. હવે તમારે વધુ મહેનત કરવાની નથી. જો મહેનત કરવી હોય તો પ્રોડક્શન ક્વોલિટી પર કરવાની છે. પીએમ મોદીએ કહૃાું કે દેશનું બજેટ અને દેશ માટે પોલીસી મેિંકગ ફક્ત સરકારી પ્રક્રિયા ન રહે, દેશના વિકાસ સાથે જોડાયેલા દરેક સ્ટેક હોલ્ડર્સનું તેમા ઈફેક્ટિવ એન્ગેજમેન્ટ હોય. આ જ ક્રમમાં આજે મેન્યુફેક્ચિંરગ સેક્ટર, મેક ઈન ઈન્ડિયાને ઉર્જા આપનારા તમારા જેવા મહત્વપૂર્ણ સાથીઓ સાથે ચર્ચા થઈ રહી છે. તેમણે વધુમાં કહૃાું કે નિર્માણની વધતી ક્ષમતાઓ દેશમાં રોજગારીનું નિર્માણ કરે છે. ભારત આ એપ્રોચ સાથે ઝડપથી કામ કરવા માંગે છે.

આ સેક્ટરમાં આપમી સરકાર નિર્માણને પ્રોત્સાહન આપવા માટે એક પછી એક સુધાર કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહૃાું કે અમારી સરકાર માને છે કે દરેક ચીજમાં સરકારનો હસ્તક્ષેપ સમાધાનની જગ્યાએ સમસ્યા પેદા કરે છે. આથી અમે સેલ્ફ રેગ્યુલેશન પર ભાર મૂકી રહૃાા છીએ. આ વર્ષે અમારો ઈરાદો કેન્દ્ર અને રાજ્ય સ્તરના ૬૦૦૦થી વધુ Compliances ને ઓછો કરવાનો છે. તેમણે વધુમાં કહૃાું કે આ વર્ષના બજેટમાં PLI Mfe સંબંધિત યોજનાઓ માટે લગભઘ ૨ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. ઉત્પાદનના સરેરાશ ૫ ટકા ઈન્સેન્ટિવ તરીકે અપાયું છે. ફક્ત પીએલઆઈ સ્કિમ દ્વારા જ આવનારા પાંચ વર્ષોમાં લગભગ ૫૨૦ બિલિયન ડોલરનું ઉત્પાદન ભારતમાં થવાનું અનુમાન છે.

પીએમ મોદીએ કહૃાું કે આપણું ઉત્પાદન ખર્ચ, ગુણવત્તા અને ઉત્પાદનોની દક્ષતાને વૈશ્ર્વક બજારમાં એક છાપ છોડવી જોઈએ અને આપણે તેને શક્ય બનાવવા માટે મળીને કામ કરવું જોઈએ. આપણા ઉત્પાદનો ઉપયોગકર્તાને અનુકૂળ, સૌથી આધુનિક, સસ્તા અને ટકાઉ હોવા જોઈએ. તેમણે વધુમાં કહૃાું કે આ PLI su જે સેક્ટર માટે છે તેને તો લાભ થઈ જ રહૃાો છે તેનાથી તે સેક્ટર સંબંધિત સમગ્ર ઈકોસિસ્ટમને પણ ફાયદૃો થશે. ઓટો અને ફાર્મામાં PLI Úke થી ઓટો પાર્ટ, ચિકિત્સા ઉપકરણ, અને દવાઓના રો મટીરિયલ સંબંધિત વિદૃેશી નિર્ભરતા ખુબ ઓછી થશે.