ડોલર સામે રૂપિયો સળંગ પાંચમાં દિવસે મજબૂત, સોના-ચાંદીમાં નરમાઇ

શુકલતીર્થ ગામના બસ સ્ટેન્ડ નજીક 'આપ'ની જનસંવેદના મુલાકાત
શુકલતીર્થ ગામના બસ સ્ટેન્ડ નજીક 'આપ'ની જનસંવેદના મુલાકાત

વૈશ્ર્વિક બુલિયન બજારમાં સોના-ચાંદીમાં સુસ્ત માહોલ અને અમેરિકન ડોલરમાં નબળાઇ અને ભારતીય રૂપિયામાં સતત મજબૂતીને પગલે ઘરઆંગણે પણ કિમત ધાતુઓના ભાવમાં આજે ઘટાડો નોંધાયો હતો. જેમાં અમદાવાદ બુલિયન બજારમાં બે દિવસ બાદ સોનાના ભાવ આજે બુધવારે ૧૦૦ રૂપિયા ઘટ્યા હતા અને પ્રતિ ૧૦ ગ્રામનો ભાવ ૫૧,૬૦૦ રૂપિયા થયો હતો. તો સોનાની પાછળ ચાંદીમાં પણ નરમાઇનો માહોલ જોવા મળ્યો હતો અને સતત બીજા દિવસે ભાવ ૩૦૦ રૂપિયા ઘટ્યા હતા. આમ આજે ચાંદૃીનો ભાવ પ્રતિ કિગ્રા દીઠ ૬૭,૨૦૦ રૂપિયા થયો હતો. બે દિવસમાં ચાંદીના ભાવ ૮૦૦ રૂપિયા ઘટ્યા છે.

દેશાવર બજારોની વાત કરીયે તો દિલ્હીના બુલિયન બજારમાં આજે બુધવારે સોનાનો ભાવ માત્ર ૧૬ રૂપિયા ઘટીને ૪૯,૪૮૪ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો હતો. જો કે ચાંદીનો ભાવ ૨૦૫ રૂપિયા વધીને ૬૭,૬૭૩ રૂપિયા પ્રતિ કિગ્રા થયો હતો.

આજે વૈશ્ર્વિક બજારમાં સોનાનો ભાવ ૫ ડોલરની મજબૂતીમાં ૧૮૭૮ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાઇ રહૃાો હતો. તો ચાંદી લેટ ૨૬.૧૮ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ હતી.
અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો સતત પાંચમાં દિવસે મજબૂત થયો છે અને તેની અસરે સોના-ચાંદીના ભાવ પણ નબળા પડ્યા છે. આજે ડોલર સામે રૂપિયો ૧૧ પૈસાની મજબૂતીમાં ૭૩.૩૧ રૂપિયાના સ્તરે બંધ થયો હતો. આજે સેશન દૃરમિયાન ડોલર સામે રૂપિયો ૭૩.૩૫ના સ્તરે ખૂલ્યો હતો અને નીચામાં ૭૩.૨૬ અને ઉપરમાં ૭૩.૩૬ ક્વોટ થયો હતો. સેશનના અંતે ૧૧ પૈસાની મજબૂતીમા ડોલર સામે રૂપિયો ૭૩.૩૧ના સ્તરે બંધ થયો. આ સાથે છેલ્લા પાંચ દિવસમાં અમેરિકન કરન્સી સામે ભારતીય રૂપિયો ૫૩ પૈસા મજબૂત થયો છે.