ટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી

ટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે

ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત ૨૩૨ વિરુદ્ઘ ૧૯૭ મતથી પસાર થઇ હતી,રિપબ્લિકન પાર્ટીના ૧૦ સાંસદોનું પણ સમર્થન મળ્યું

મુદત દરમિયાન બે વખત ઈમ્પીચ થનાર ડોનાલ્ડ ટ્રમ્પ આ રીતે ઘોર અને શરમજનક રાષ્ટ્રીય અપમાનીત અમેરિકાના ઈતિહાસના પહેલા પ્રમુખ બન્યા છે. પ્રમુખ હોવા છતાં યૂક્રેન સાથે અંગત રીતે સોદૃાઓ કરવા બદૃલ ટ્રમ્પ સામે ૨૦૧૯માં પણ સંસદના પ્રતિનિધિ ગૃહે એમને ઈમ્પીચ કર્યા હતા, પરંતુ સેનેટ ગૃહે ૨૦૨૦માં એમને નિર્દોષ જાહેર કર્યા હતા. જેમાં મહાભિયોગ લાવવાની વિરુદ્ધમાં ૧૯૭ વોટ પડ્યાં, જ્યારે મહાભિયોગના સમર્થનમાં ૨૩૨ વોટ નાંખવામાં આવ્યા. મહત્વની વાત એ છે કે, રિપબ્લિકન પાર્ટીના દસ સાંસદોએ મહાભિયોગના સમર્થનમાં મત આપ્યા. ગૃહનાં સ્પીકર અને ડેમોક્રેટ નેન્સી પેલોસીએ બાદૃમાં તે દૃસ્તાવેજ પણ બતાવ્યો હતો. ટ્રમ્પ પર આરોપ છે કે એમણે પોતાના સમર્થકોને હિંસક દેખાવ કરવા ભડકાવ્યા હતા જેથી પોતાની ખુરશી ટકી રહે અને ડેમોક્રેટિક પાર્ટીના જૉ બાઈડન નવા પ્રમુખ તરીકે શપથ લઈ ન શકે. ટ્રમ્પની ઉશ્કેરણીને પગલે એમના સમર્થકોએ ગયા અઠવાડિયે કેપિટલ હિલ (અમેરિકી સંસદ) પર હુમલો કર્યો હતો. એ વખતે સંસદમાં બેઠક ચાલુ હતી. ઉપપ્રમુખ માઈક પેન્સ તથા અન્ય સભ્યોને િંહસાનો ભોગ બનતા બચવા સુરક્ષિત જગ્યાએ આશરો લેવો પડ્યો હતો. હિંસામાં પાંચ જણનું મૃત્યુ નિપજ્યું હતું.

જોકે ટ્રમ્પને એમની ચાર-વર્ષની મુદૃત પૂરી થવા પૂર્વે હોદ્દા પરથી દુર કરવાનું જલદી બને એવું લાગતું નથી. હવે ઈમ્પીચમેન્ટ પ્રસ્તાવ પર સંસદૃના અન્ય ગૃહ સેનેટમાં મતદાન થશે, જે છેક આવતા મંગળવારે થવાની ધારણા છે. સેનેટમાં રીપબ્લિકન પાર્ટીની બહુમતી છે. ત્યાંના નેતા મિચેલ મેકોનેલે ઈમ્પીચમેન્ટ કાર્યવાહી ત્વરિત કરવાની રીપબ્લિકન્સની વિનંતીનો અસ્વીકાર કર્યો છે. ૨૦ જાન્યુઆરી પ્રમુખ તરીકે બાઈડનનો શપથવિધિ દિવસ છે. અત્યાર સુધી સેનેટ ગૃહે અમેરિકાના એકેય પ્રમુખને ઈમ્પીચમેન્ટ પ્રસ્તાવ દ્વારા સત્તા પરથી દૃૂર કરવાની સંમતિ આપી નથી. ૧૮૬૮માં એન્ડ્રૂ જોન્સન, ૧૯૯૮માં બિલ ક્લિન્ટન અને ૨૦૧૯માં ડોનાલ્ડ ટ્રમ્પને પ્રતિનિધિ ગૃહે ઈમ્પીચ કર્યા હતા, પરંતુ સેનેટે ત્રણેયને નિર્દોષ જાહેર કર્યા હતા.