ટાઇમ મેગઝીનના કવર પેજ પર ખેડૂત આંદોલનમાં સામેલ મહિલાઓને મળ્યું સ્થાન

તસવીરની આગળ લખ્યું છે- ‘ભારતના ખેડૂત વિરોધના મોરચા પર.

અમેરિકાની પ્રતિષ્ઠિત ટાઇમ મેગઝીનએ પોતાના તાજેતરના અંકના કવર પેજ પર ખેડૂત આંદોલનમાં સામેલ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. કવર પેજ પર આંદોલનકારી મહિલાઓની તસવીર છે. તસવીરની આગળ લખ્યું છે- ‘ભારતના ખેડૂત વિરોધના મોરચા પર. નોંધનીય છે કે ત્રણ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં દેશના અનેક ખેડૂતો દિલ્હીની સરહદો પર છેલ્લા ચાર મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહૃાા છે.

ટાઇમ મેગઝીને દિલ્હીના ટિકરી બોર્ડર પર ૨૦ મહિલાઓના એક સમૂહની તસવીર પ્રકાશિત કરી છે જેઓ ખેડૂત આંદોલનમાં સામેલ થવા પહોંચી હતી. ટાઇમ મેગઝીને જણાવ્યું છે કે કેવી રીતે મહિલાઓ પણ વિરોધના મોરચા પર અડગ રહી છે. આર્ટિકલનું ટાઇટલ છે- Cannot Be Intimidated. I Cannot Be Bough. એટલ કે અમને ધમકાવી નહીં શકાય, અમને ખરીદી નહીં શકાય. આર્ટિકલમાં લખવામાં આવ્યું છે કે મોટભાગની મહિલાઓ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારથી દિલ્હી બોર્ડર પર પહોંચી હતી.

me Magaziney વધુમાં લખ્યું છે કે આ મહિલાઓ એ વાતથી હેરાન હતી કે, તેઓ દિલ્હીની આસપાસના વિરોધ પ્રદર્શન સ્થળો પર ખાવાનું બનાવવા અને સફાઈની સેવાઓ આપનારા કાર્યકર્તા હતી, ન કે આદોલનમાં બરાબરીની હિસ્સેદારી રાખનારી. પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશના રામપુરની ૭૪ વર્ષીય જસબીર કૌરે ટાઇમ મેગઝીનને જણાવ્યું કે, અમારે કેમ પરત જવું જોઈએ? આ માત્ર પુરૂષોનું વિરોધ પ્રદર્શન નથી. અમે કોણ છીએ- જો ખેડૂત નથી? ઓક્સફામ ઈન્ડિયા અનુસાર, ૮૫ ટકા ગ્રામિણ વિસ્તારની મહિલાઓ કૃષિ કાર્ય કરે છે પરંતુ માત્ર ૧૩ ટકા જ કોઈ પણ ભૂમિની માલિક છે.