જો ભાજપ કેરળમાં સત્તા પર આવશે તો પેટ્રોલના ભાવ રૂ.૬૦ કરશે

indiatoday.com

કેરળ ભાજપ નેતા કુમ્માનમ રાજશેખરનો દાવો

કેરળ ભાજપના નેતા કુમ્માનમ રાજશેખરને દાવા સાથે કહૃાું છે કે, જો ભાજપ કેરળમાં સત્તા પર આવશે તો પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરા હેઠળ લાવશે. જેનાથી બંનેના ભાવ ગગડશે. પેટ્રોલ રૂ. ૬૦માં મળી રહેશે. તેમણે ઉમેર્યું કે, જો કેરળમાં ભાજપ સરકાર બનશે તો જીએસટીના દાયરામાં પેટ્રોલ ડીઝલ લાવીશું. કોચીમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં તેમણે આ વાત કહી હતી.

કેરળમાં પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે, હાલ રાજ્યમાં ડાબેરી સરકાર (લેટ ડેમોક્રેટિક ફ્રન્ટ) છે. તો શા માટે એ સરકાર પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરા હેઠળ લાવતી નથી? આ પ્રશ્ર્નનો જવાબ આપતા તેમણે કહૃાું કે, આ એક રાષ્ટ્રીય મુદ્દો છે. કેન્દ્ર સરકાર આ અંગે સ્પષ્ટતા કરી શકે, વધી સરળતાથી સમજાવી શકે. બીજા ધણા પાસાઓ છે જે આ વિષય સાથે જોડાયેલા છે. કેરળના મંત્રી થોમસ ઈસાકને પ્રશ્ર્ન પૂછતા કહૃાું હતું કે, કોઈ પણ પાસા પરથી ઈંધણ પર જીએસટી લાગુ કરી શકાય એમ નથી. વૈશ્ર્વિક સ્તરે થતી પ્રવૃતિઓને કારણે ફુગાવાના દરમાં વધ-ઘટ થાય છે. એમાં એવું કહેવામાં શું વાંધો છે કે, જીએસટી ઉમેરાઈને ભાવ સામે આવી રહૃાા છે? અમે સત્તા પર આવીશું એટલે આ બંનેને જીએસટીના દાયરા અંતર્ગત લાવીશું. બંને વસ્તુ જીએસટી લાગતી વસ્તુઓની યાદીમાં ઉમેરાશે. જેના કારણે પેટ્રોલની કિંમત આશરે રૂ.૬૦ થઈ જશે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યમાં પેટ્રોલનો ભાવ રૂ.૧૦૦ સુધી પહોંચી ગયો છે. જેની પાછળ ક્રુડ ઉત્પાદનો પર લાગતો ભારે વેટ જવાબદાર છે.