કોંગ્રેસના એક ધારાસભ્ય અને તેમના પુત્ર સહિત અન્ય બે કોંગી ધારાસભ્યોના પુત્રોની હાર

નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના તો સૂપડા સાફ થયા જેવી સ્થિતિ છે પરંતું કોંગેસના દિગ્ગજ નેતાઓની આબરૂના ધજાગરા થયા છે. કોંગ્રેસના એક ધારાસભ્ય અને તેમના પુત્ર સહિત અન્ય બે કોંગી ધારાસભ્યોના પુત્રોનો કારમો રકાસ થયો છે.

કોંગ્રેસના પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ, તેમનો પુત્ર જ્યારે વિક્રમ માડમના પુત્ર અને ખેડબ્રમ્હાના વિજયનગરના ધારાસભ્યના પુત્ર તાલુકા પંચાયતની ચૂંટણી હારી ગયા છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામો સામે આવી રહૃાાં છે.

જેમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા એમ ત્રણેયમાં કોંગ્રેસનો હારમો રકાસ થતો દેખાઈ રહૃાો છે. કોંગ્રેસની સાથો સાથ તેના મોટા નેતાઓને પણ ભારે નુંકશાન વેઠવાનો વારો આવ્યો છે. પેટલાદમાં કોંગ્રેસ ધારસભ્ય નિરંજન પટેલની કારમી હાર થઈ છે. નિરંજન પટેલે તો એક નહીં પણ નગરપાલિકાના વોર્ડ- ૩ અને ૫ એમ બે માંથી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ નિરંજન પટેલ બંને વોર્ડમાંથી ચૂંટણી હાર્યા હતાં.

નિરંજન પટેલની સાથો સાથ તેમનો દિકરો પણ ચૂંટણી હારી ગયો હતો. તો કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા વિક્રમ માડમનો પુત્ર કરણ માડમ પણ પોતાની સીટ પરથી જીત નોંધાવી શક્યા નથી. કરણ માડમનો કારમો પરાજય થયો છે. તેવી જ રીતે ખેડબ્રમ્હાના વિજયનગરથી કોંગ્રેસના ધારાસભ્ય અશ્ર્વિન કોટવાલ તેમના જ પુત્રને જીતાડી શક્યા નહોતા. અશ્ર્વિન કોટવાલના દિકરા વિજયનગર તાલુકા પંચાયતની ચિઠોડા બેઠક પરથી હારી ગયા હતાં. આમ ત્રણ ધારાસભ્યો પોતાની અથવા તો પોતાના સંતાનો જે જીતાડી શક્યા નથી.