કારે ટક્કર મારતા બિલિયાળા પાસે બાઇક સવાર યુવાનનું મોત

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે બિલીયાળા ગામ પાસે સુલતાનપુરના યુવાનના બાઇકને CNG સિલિન્ડરવાળી ગાડીએ અડફેટે લેતા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે તાલુકા પોલીસ દોડી જઈ તપાસ હાથ ધરી હતી. યુવાનના મોતથી કુટુંબમાં લગ્ન પ્રસંગ મોકૂફ રાખવામાં આવ્યો છે.

ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે બિલિયાળા ગામ પાસે રાજકોટ કડિયા કામ કરતા સુલતાનપુરના મુકેશભાઈ રવજીભાઈ વડોદરિયા પોતાના બાઈક પર ગોંડલથી રાજકોટ જઈ રહૃાા હતા. ત્યારે બિલીયાળા ગામ પાસે ય્ત્ન૨ઠઠ ૬૯૩૧ના કારચાલકે અડફેટે લેતા મુકેશભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. બનાવ અંગે ધીરુભાઈ વડોદરિયાએ પોલીસ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. મુકેશભાઈ સાત ભાઈ અને છ બહેનના પરિવારમાં સૌથી નાના હતા. તેઓને સંતાનમાં બે દિકરા અને બે દીકરીઓ છે. તાજેતરમાં કૌટુંબિક ભત્રીજાના પુત્રના લગ્ન હોય અકાળે મુકેશભાઈનું નિધન થતાં લગ્ન પ્રસંગ મોકૂફ રખાયો હતો.