એલન મસ્કના સ્પેસએક્સના સૌથી વિશાળ રોકેટમાં લેન્ડિંગ બાદ મોટો વિસ્ફોટ

એલન મસ્કની સ્પેસ એક્સપ્લોરેશન ટેક્નોલોજીસ કોર્પોરેશન (સ્પેસએક્સ)ના નવા અને સૌથી વિશાળ રોકેટે પોતાની ત્રીજી ટેસ્ટ લાઈટમાં પ્રથમ વખત સફળ લેન્ડિંગ કર્યું હતું. જો કે થોડી વાર બાદ તેમાં વિસ્ફોટ થયો હતો અને આગ લાગી ગઈ હતી. હકીકતે સ્પેસએક્સના સ્પેસક્રાટ સ્ટારશિપ એસએન૧૦ને સાંજે ૫:૧૫ કલાકે બોલા ચિકા ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીએ તેનો એક વીડિયો પોતાની વેબસાઈટ પર જાહેર કર્યો છે.

વેબસાઈટના અહેવાલ પ્રમાણે રોકેટે લેન્ડ પેડને અડતા પહેલા ૧૦ કિમી સુધીની ઉડાન ભરી હતી. લેન્ડિંગ બાદ તરત જ રોકેટમાં વિસ્ફોટ થઈ ગયો હતો અને તે આગની લપેટોમાં ઘેરાઈ ગયું હતું. આગ લાગતા પહેલા રોકેટ પોતાના ૩ પ્રયત્નોમાં પહેલી વખત સફળ લેન્ડિંગ સાથે એક મહત્વના પડાવ પર પહોંચ્યું છે.

આ રોકેટનું સફળ લેન્ડિંગ સ્પેસ ટ્રાવેલની દિશાનું મહત્વનું પગલું છે. આ સફળતા સ્પેસએક્સના સીઈઓ એલન મસ્ક ૨૦૨૩ સુધીમાં ૧૨ લોકોને ચંદ્ર પર મોકલવા માંગે છે તે દિશાનું મહત્વનું પગલું છે.

તે સિવાય તેમની યોજનામાં નાસાના અંતરિક્ષયાત્રીઓને ચંદ્રની સપાટી પર પહોંચાડવા અને પછી મંગળ પર મોકલવાનો પણ સમાવેશ થાય છે. હાલ કંપની પોતાની પ્રથમ કક્ષીય ઉડાન માટે સ્ટારશિપ તૈયાર કરવાનું કામ કરી રહી છે જે આ વર્ષના અંતમાં પૂર્ણ થાય તેવી આશંકા છે.