અશાંતધારામાં સુધારાની જોગવાઈનું જાહેરનામું બહાર પાડવા મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ

વર્ષ ૨૦૨૦ અશાંતધારા કાયદૃામાં કરવામાં આવેલા સુધારાની કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓને પડકારાતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આગામી મુદૃત સુધી વર્ષ ૨૦૨૦માં અશાંતધારા કાયદૃામાં ઉમેરાયેલી કેટલીક જોગવાઈઓ અંગે જાહેરનામું બહાર ન પાડવાનો આદેશ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેંચે આ મુદ્દે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી ૩ ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે અશાંતધારા કાયદામાં સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦માં જે સુધારો કરી જે નવી જોગવાઈઓ ઉમેરી છે તેનાથી અલગ વસવાટ અને બહુમતીવાદને સમર્થન મળશે. આ તમામ બાબતો ભારતના બંધારણ વિરુદ્ધ છે.

ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ મોહમદ ઈસા હકીમ તરફે દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે કાયદામાં કરાયેલા સુધારથી ઓળખ અને સમુદૃાય આધારિત વસવાટ સ્થપાશે, જે ભારતીય બંધારણના ભાઈચારો, બંધુત્વ, ધર્મનિરપેક્ષતા સહિતના મૂલ્યોનું ઉલ્લંઘન છે. કાયદામાં આ પ્રકારના સુધારાને લીધે અલગ વસવાટ સ્થપાશે. ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી પિટિશનમાં રજુઆત કરવામાં આવી છે કે અશાંતધારા કાયદામાં સુધારાનો ધાર્મિક લગુમતીઓ વિરુદ્ધ ભેદભાવ કરવા માટે ઉપયોગ કરાશે. સરકાર અશાંતધારા કાયદા હેઠળ ધાર્મિક લઘુમતીઓને નોન-મુસ્લિમ વિસ્તારોમાં સંપત્તિ ખરીદતા રોકે છે અને તેનાથી જુહાપુરા જેવી અલગ વસવાટોનું સ્થાપન થાય છે.


આ કાયદાથી કલેકટર ધાર્મિક લઘુમતીઓની નોન મુસ્લિમ વિસ્તારમાં સંપત્તિ ખરીદવાની અરજી પણ ફગાવી દેવામાં આવે છે. જે ભારતીય બંધારણ વિરુદ્ધ છે. અશાંતધારા કાયદૃામાં ઉમેરાયેલી નવી જોગવાઈઓ ધાર્મિક લઘુમતીઓની વ્યક્તિગત પ્રતિષ્ઠાનું ઉલ્લંઘન છે. આ પ્રકારના કાયદા દેશની અખંડતા પર તરાપ છે. ૯૦ન દાયકામાં થતા કોમી તોફાનો દરમિયાન લોકોનું સામુહિક પલાયન અટકાવવા માટે વર્ષ ૧૯૯૧માં અશાંતધારો કાયદૃો ઘડવામાં આવ્યો હતો. જુના કાયદાની જોગવાઈઓ પ્રમાણે અશાંતધારા વિસ્તારમાં થોડા સમય સુધી સંપત્તિ ખરીદી શકાય નહીં. જોકે હવે ૨૦૨૦માં કાયદામાં કેટલીક જોગવાઈઓ ઉમેરવામાં આવી છે, જે ગેરબંધારણીય છે