શેરબજારમાં જબરદસ્ત ઉછાળો, સેન્સેક્સ ૬૮૯ પોઇન્ટ પ્લસ સાથે બંધ

નિટી ૨૧૦ના અંક વધારા સાથે ૧૪,૩૪૭ પર બંધ

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા ઉછાળો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં રેકોર્ડ સ્તર વધારો થયો છે. જેમાં સેન્સેક્સ +૬૮૯.૧૯ પોઇન્ટ એટલે ૧.૪૩% ટકાના વધારા સાથે ૪૮,૭૮૨.૫૧ પર બંધ થયો છે. તેમજ નિટી +૨૦૯.૯૦ પોઇન્ટ એટલે ૧.૪૮% ટકાના વધારા સાથે ૧૪,૩૪૭.૨૫ પર બંધ રહી છે.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે મારુતિ, ટેક મહિન્દ્રા, વિપ્રો, યુપીલ અને ઇંફોસિસના શેરમાં લીલા નિશાન બંધ થયા છે. તેમજ ભારતી એરટેલ, હિન્ડાલ્કો, ઇન્ડસઇન્ડ બેક્ર, ટાટા સ્ટીલ અને ગેલના શેર લાલ નિશાન પર બંધ રહૃાા છે.

સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે મેટલ અને પીએસયૂ બેક્રના સિવાય બધા સેક્ટર લીલા નિશાન પરે બંધ થયા છે. જેમાં એફએમસીજી, આઇટી, ફાર્મા, બેક્ધ, રિયલ્ટી, મીડિયા, પ્રાઇવેટ બેક્ધ, ફાઇનાન્સ સર્વિસિસ અને ઓટો પણ સામેલ છે.

ટેક મહિન્દ્રા ૫.૬૪ ટકા વધીને ૧૦૫૦.૯૫ પર બંધ રહૃાો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેક્ધ, ભારતી એરટેલ, એસબીઆઇ, આઇટીસી, એચડીએફસી સહિતના શેર ઘટીને બંધ રહૃાાં હતા. ઈન્ડસઈન્ડ બેક્ધ ૧.૩૭ ટકા ઘટીને ૯૩૯.૦૫ પર બંધ રહૃાો હતો. ભારતી એરટેલ ૦.૯૩ ટકા ઘટીને ૫૪૦.૨૫ પર બંધ રહૃાો હતો.

અમેરિકાના બજારોમાં રેકોર્ડ તેજીના પગલે આજે એશિયાઈ બજારોમાં પણ તેજી છે. દક્ષિણ કોરિયાનો કોપ્સી ૨.૭૫ ટકા ઉપર કારોબાર કરી રહૃાો છે. હોંગકોંગનો હેંગસેંગ ૧.૨૫ ટકા અને જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ ૧.૭૫ ટકા પર કારોબાર કરી રહૃાો છે. બીજી તરફ ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઘટાડા સાથે કારોબાર કરી રહૃાો છે. જ્યારે ગુરુવારે અમેરિકાના બજારોમાં નેસ્ડેક ઈન્ડેક્સ ૨.૫૬ ટકા અને એસએન્ડપી ૫૦૦ ઈન્ડેક્સ ૧.૪૮ ટકા ઉપર બંધ થયો હતો. આ સિવાય યુરોપના બજારોમાં પણ વધારો નોંધાયો હતો.
ગઈકાલે સેન્સેક્સ દિૃવસના ઉચ્ચતમ સ્તરથી ૪૬૫.૦૨ અંક ઘટી ૪૮,૦૯૩.૩૨ પર બંધ થયો હતો. નિટી ઈન્ડેક્સ પણ ૮.૯૦ અંક ઘટી ૧૪૧૩૭.૩૫ પર બંધ થયો હતો.

ઈન્ડેક્સમાં નેસ્લે ઈન્ડિયાનો શેર ટોપ લૂઝર રહૃાો. શેર ૨.૦૪ ટકા ઘટી ૧૮૧૩૭ પર બંધ થયો હતો. ઓવરઓલ માર્કેટમાં રોકાણકારોએ ગુરુવારે બ્રોડર માર્કેટ એટલે કે મિડકેપ અને સ્મોલ કેપ શેરમાં ખરીદી કરી હતી.