શું ફેસબુક યુઝર્સને પોસ્ટ શેર કરતા પહેલા વાંચવાની સલાહ આપશે ?

ફેસબુક
ફેસબુક

ફેસબુકનું આ ટૂલ એટલું એડવાન્સ હશે કે તેમાં 45+ના યુઝર્સને વોક ઈનના ઓપ્શન પણ જણાવશે !

ફેસબુક એક નવું ફીચર્સ લોન્ચ કરવા જઈ રહી છે. આ ફીચર યુઝરને કોઈ પણ આર્ટિકલ શેર કરતાં પહેલાં ચોક્કસાઈ માટે મેસેજ આપશે. આ ફીચરની મદદથી કંપની યુઝર્સને એક વખત આર્ટિકલ વાંચવા માટે એક મેસેજ આપશે. આ મેસેજમાં લખ્યું હશે કે યુઝર આ આર્ટિકલ વાંચ્યા વગર તેને શેર કરી રહ્યા છે. આમ કરવાથી સત્યતા અધૂરી રહી શકે છે. આ મેસેજ બાદ કંપની યુઝરને આર્ટિકલ ઓપન કરવાના ઓપ્શન પણ આપશે. આ નવાં ફીચર વિશે ફેસબુક ન્યૂઝરૂમે ટ્વીટ કરી માહિતી આપી છે.

Subscribe Saurashtra Kranti here

આ મેસેજથી કંપની યુઝરને 2 ઓપ્શન આપશે. ઓપન આર્ટિકલ અને કન્ટિન્યૂ શેરિંગ. આ ફીચર લોન્ચ કરવા પાછળ ફેસબુકનો હેતુ ફેક ન્યૂઝ પર રોક લગાવવાનો છે. આ ફીચરની મદદથી યુઝર આર્ટિકલ પ્રત્યે જાગૃત થઈ નિર્ણય લઈ શકશે. હાલ કંપનીએ તેનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. ટૂંક સમયમાં તે ગ્લોબલી લોન્ચ થશે.

કંપની આ ટૂલ સરકાર સાથે પાર્ટનશિપ કરીને લોન્ચ કરશે. આ ટૂલ 17 ભાષાઓ સપોર્ટ કરશે. ટૂલની મદદથી યુઝર્સ નજદીકના વેક્સિનેશન પ્લેટફોર્મની માહિતી મેળવી શકશે. ફેસબુકનું આ ટૂલ એટલું એડવાન્સ હશે કે તેમાં 45+ના યુઝર્સને વોક ઈનના ઓપ્શન પણ જણાવશે. સાથે જ તે Co-Win પોર્ટલ સાથે રજિસ્ટર્ડ હશે. તેથી યુઝર ફેસબુક પરથી જ વેક્સિન લેવા માટે અપોઈન્ટમેન્ટ બુક કરાવી શકશે.

Read About Weather here

ટ્વિટરે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવા પર યુઝરને અલર્ટ મળે તેવા ફીચર પર કામ શરૂ કર્યું છે. યુઝર ટ્વીટ કરે તે પહેલાં તેમને અલર્ટ મળશે કે તેમના ટ્વીટમાં કોઈની લાગણી દુભાય તેવા શબ્દો સામેલ છે તો પણ તેઓ ટ્વીટ કરવા માગશે કે ટ્વીટ રિવાઈઝ કરવા માગશે.

ઉલ્લેખનીય છે કે, સેલેબ્સને ટ્રોલ કરવાના હોય કે પછી રાજકીય પક્ષોના શાબ્દિક યુદ્ધ ટ્વિટર હંમેશા તેનું પ્લેટફોર્મ બન્યું છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ પર બ્રેક લાદવા માટે હવે કંપની નવાં ફીચર પર કામ કરી રહી છે. આ ફીચરથી કંપની આપમેળે અપમાનજનક શબ્દોને ઓળખી યુઝર્સને અલર્ટ આપશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here