શું ફેસબુકના માલિક ઝુકરબર્ગનો પણ ડેટા લીક?

25
ફેસબુક
ફેસબુક

માર્ક ઝુકરબર્ગ સહિત ભારત દેશના આશરે 60 લાખથી વધુ ફેસબુક યુઝર્સના ડેટા લીક થયા છે

Subscribe Saurashtra Kranti here

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના યૂઝર્સનો ડેટા લીક થવાની બાબત ફરીથી પ્રકાશમાં આવી છે. જેમાં ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગનો ડેટા પણ સમાવિષ્ટ છે. આમાં ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ છે. મીડિયા રિપોર્ટના આધારે, ઝુકરબર્ગ પોતે ‘સિગ્નલ મેસેજિંગ એપ’નો વપરાશ કરી રહ્યા હતા. પ્રાપ્ત થતી જાણકારી મુજબ, આ વખતે માર્ક ઝુકરબર્ગ સહિત 53 કરોડથી વધુ ફેસબુક યુઝર્સના પર્સનલ ડેટા લીક થયા છે. જેમાંથી 60 લાખથી વધુ ભારતીયોનો પણ સમાવેશ થાય છે.

લીક થયેલા ડેટામાં યૂઝરના ID, મોબાઈલ નંબર, ઈ-મેઈલ, સ્થાન, જન્મતિથિ અને વૈવાહિક સ્થિતિ પણ સામેલ છે. સિક્યોરિટી રિસર્ચર ડેવ વૉકરે જણાવ્યું હતું કે ઝુકરબર્ગ એના લીક થયેલા નંબર પરથી સિગ્નલ એપનો વપરાશ કરી રહ્યો છે. તેઓએ સોશિયલ મીડિયામાં ઝુકરબર્ગનો લીક થયેલો નંબર એક સ્ક્રીન શૉટના માધ્યમથી પ્રદર્શિત કર્યો હતો.

જેમાં કહ્યું હતું કે ઝુકરબર્ગ સિગ્નલ એપ પર છે. એક અહેવાલના આધારે, આ ડેટા 2020માં લીક થયા હતા. ફેસબુકમાં આવેલી એક ટેકનિકલ ખામીના કારણે તેમના FB એકાઉન્ટ સાથે નંબર પણ નજર આવી રહ્યા હતા. કંપનીએ આ ટેકનિકલ ખામીને 2019માં ઠીક કરી દીધી હતી.

Read About Weather here

વર્ષ 2021ની શરૂઆતમાં facebookની માલિકી વાળા ‘વ્હોટ્સએપની પ્રાઈવસી પોલિસી-2021’ના કારણે પણ ઘણો વિરોધ પ્રદર્શિત થયો હતો. એવામાં ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગ દ્વારા અન્ય મેસેજિંગ એપનો વપરાશ કરાતી હોવાની વાત પણ ઘણા વિવાદો ઉપજાવી શકે છે. વ્હોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીનો મોટાભાગે તમામ લોકોએ વિરોધ કર્યો હતો. આના કારણે લાખો વપરાશકર્તાઓ અલગ-અલગ મેસેજિંગ એપ પર સ્વીચ કરીને ચાલ્યા ગયા હતા. વ્હોટ્સએપ એક રીતે એના તમામ યૂઝર્સને બાંધી દેવા માટે એક પોલીસી બહાર પાડે છે અને બીજી બાજુ જો કોઈ યૂઝર આ પોલીસીને ન સ્વીકારે તો એના એકાઉન્ટને બેન કરવાની વાત ઉચ્ચારી રહી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરેમડેસિવિર ઇન્જેક્શન માટે 300 લોકોથી વધુની લાઇન!!!
Next articlePUBG ગેમનો સીન રિક્રિએટ કરવા પાકિસ્તાનમાં યુવકે બે ફેમિલી મેમ્બર પર ગોળી ચલાવી!!!