બજાજે કરી KTM 125 ને ટક્કર આપે તેવી બાઇક લોન્ચ…

બજાજ
બજાજ

બજાજે સ્પોર્ટી બાઇક પલ્સર NS125 લોન્ચ કરી, 4 કલરથી સજ્જ આ બાઇકની કિંમત 93,690 રૂપિયા

દેશની ટોપ ટૂ-વ્હીલર કંપની બજાજ ઓટોએ ભારતમાં નવી પલ્સર NS125 બાઇક લોન્ચ કરી દીધી છે. બાઇકની ડિઝાઇન યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તે પહેલાં કરતાં વધુ સ્પોર્ટી લુકમાં આવશે. કંપનીએ તેની એક્સ શો રૂમ કિંમત 93,690 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ભારતમાં આ બાઇક KTM 125 ડ્યૂકને ટક્કર આપી શકે છે, જેની કિંમત 1.57 લાખ રૂપિયા છે.

Subscribe Saurashtra Kranti here

આ બાઇકનાં લોન્ચિંગ વખતે કંપનીના પ્રેસિડન્ટ શ્રી સારંગ કેનેડાએ જણાવ્યું કે, અમે પર્ફોર્મન્સ પ્રત્યે ઉત્સાહ ધરાવતા લોકો માટે હાઇ સીસી પલ્સર NS રેન્જ લોન્ચ કરી રહ્યા છીએ. નવી બજાજ પલ્સર NS125 આવા ગ્રાહકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. અમને વિશ્વાસ છે કે નવી NS125 એન્ટ્રી સ્પોર્ટ બાઇક સેગમેન્ટમાં બ્રાંડની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.

બાઇકમાં 124.45ccનું SOHC ટૂ-વાલ્વ, એર-કૂલ્ડ DTS-i એન્જિન આપવામાં આવ્યું છે, જે 7,500rpm પર 11Nm પીક ટોર્ક અને 8,500rpm પર 12bhp પાવર જનરેટ કરે છે. એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. તેનું વજન 144 કિલો છે. તે રેગ્યુલર પલ્સર કરતાં વજનમાં ભારે છે.

Read About Weather here

નવું બજાજ પલ્સર NS125 ટ્વીન પાયલટ લેમ્પ, હાઈ ગ્લોસ મેટાલિક પેન્ટ, પેરિમીટર ફ્રેમ, એલોય વ્હીલ્સ, ઇન્ફિનિટી ટ્વીન સ્ટ્રિપ LED ટેલ લેમ્પ અને સ્પોર્ટી સ્પ્લિટ ગ્રેબ રેલ સાથે સિગ્નેચર વુલ્ફ આઇડ હેડલેમ્પ ક્લસ્ટરથી સજ્જ છે. તેને 4 કલર ઓપ્શનમાં ખરીદી શકાશે. તેમાં બીચ બ્લુ, ફ્યુરી ઓરેન્જ, બર્ન રેડ અને પેવર ગ્રે કલર સામેલ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here